ભરૂચ: વર્ષમાં માર્ચ મહિનો આવે અને સિઝન શરૂ થાય ત્યારે ફિલ આવે કે હું એક લેડી ઓફિસર છું. આ શબ્દો છે, ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલનાં છે. તેઓ PTC માં પ્રવેશ, બાદમાં 12-સાયન્સ કરી BAMS બની તબીબી સેવાની નોકરી બન્યા બાદ કેવી રીતે બન્યા IPS અધિકારી. આજે વિશ્વ મહિલા દિવસ તા-8મી માર્ચ નિમિત્તે ભરૂચના SPની સફળ સ્ટોરી પર એક નજર દોડાવીએ.
- માર્ચ મહિનો આવે ત્યારે જ ફીલ થાય કે હું લેડી ઓફિસર છું:SP ડો. લીના પાટીલ
- મહારાષ્ટ્રિય પરિવારના ભરૂચના પોલીસ વડા નાનપણથી જ હતા સ્કોલર
મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ભરૂચના સફળ SP ડો.લીના પાટીલની. ૭૦ના દશક પહેલા જિલ્લા પોલીસ વડાનું પરિવાર ગુજરાતની રાજધાની ગાંધીનગર શિફ્ટ થયું હતું. પોતાના માતા અને પિતા બન્ને ગાંધીનગર સચિવાલયમાં ક્લાર્ક હતા. ભરૂચ SPને પારિવારિક એવું વાતાવરણ મળ્યું હતું કે તેઓને ક્યારેય ફિલ થયું જ ન હતું કે તેઓ ‘ગર્લ ચાઈલ્ડ’ છે.
ધોરણ 10માં ભરૂચ SPના 80 ટકાથી વધુ આવતા મહારાષ્ટ્રિય સબંધીઓએ PTC કરાવવાની જીદ પકડી અને કોબમાં એડમિશન પણ લેવાઈ ગયું. જોકે આ IPS ઓફિસરની PTC કરવું ન હતું. તેઓ તે સમયે ખૂબ રડ્યા પણ હતા. પેરેન્ટ્સને તેઓને 12-SCIENCE કરવાની ઈચ્છાથી સારા માર્ક્સ મેળવીને મેડીકલ ઓફિસરની તૈયારી આરંભી. મેડીકલમાં પણ ટોપ કરી હવે તેઓ BAMS થઈ ડો. લીના પાટીલ બની ગયા. ગુજરાતના છેવાડાના ભિલોડામાં કોન્ટ્રાકટ બેઝ ઉપર નોકરી શરૂ કરી.જ્યાં સાબરકાંઠાના તે સમયના કલેકટર અનુભવ સર ઇન્સ્પેકશનમાં આવતા તેઓને કલાસ-1 કે કલાસ-2 ઓફિસર બનવાનો સંકલ્પ લીધો. ગાંધીનગર સ્પીપામાં પ્રવેશ મેળવી UPSCની તૈયારીઓ શરૂ કરી. ત્યારે તેઓના લગ્ન થઈ ગયા અને દીકરો પણ હતો. પુત્રના પાલન,પરિવારની જવાબદારી સાથે તેઓ પહેલા પ્રયત્નમાં પ્રિલીમરી, મેઇન્સમાં પાસ થઈ ગયા. જોકે ઇન્ટરવ્યુ ન જતા બે વખત ફેઈલ થઇ ગયા. ત્યારે સ્પીપાના જોઈન્ટ ડિરેકટર ગુરૂ પ્રકાશ પટેલે ડો.લીના પાટીલને કહ્યું, બેટા, સિંહ જ્યારે છલાંગ લગાવવાનો હોય ત્યારે બે સ્ટેપ પાછળ ખસે છે. તારા પણ બે પ્રયત્ન નિષ્ફળ ગયા છે હવે તારે લાંબી છલાંગ લગાવવાની છે.
UPSC ના ત્રીજા પ્રયત્નમાં પ્રિલીમરી, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ પાસ કરી ઓલ ઇન્ડિયામાં 7મો રેન્ક મેળવ્યો. ડો.લીના પાટીલનું સિલેક્શન થઈ ગયું. તેઓને IASની જગ્યાએ IPSમાં જતા વર્ષ-2010ની બેંચમાં સર્વિસમાં જોડાઈ ગયા. આજે પણ તેઓ માને છે કે, પોલીસની જોબ અનેક નેગેટિવિટી ભરેલી છે. પોલીસ પાસે પ્રજા તો શું પણ ખુદ પોલીસ પણ જવાનું વિચારતી નથી. પણ તેઓને આ ફિલ્ડમાં રોજે રોજ કોઈને મદદ કરવાનો, સહારો બનવાનો ગર્વ અને સંતોષ છે. તેઓ મક્કમતાથી કહે છે, લેડી કે જેન્ટ્સ ઓફિસર જેવું કંઈ હોતું નથી. ઓફિસર માત્ર ઓફિસર હોય છે.
ઉલ્લખનીય એ છે કે ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન વુમનસ ફોરમ અને ઇનર વ્હિલ કલબ દ્વારા વુમન્સ ડે સ્પીકર મીટનું આયોજન કરાયું હતું. કોલેજ રોડ સ્થિત BDMA હોલ ખાતે, જેમાં ચીફ ગેસ્ટ તરીકે ભરૂચ જિલ્લા પોલીસ વડા IPS ડો. લીના પાટીલે ઉપસ્થિત રહી પોતાની અત્યાર સુધીની સફળતાની સફરને વર્ણવી હતી.