Dakshin Gujarat

ભરૂચ પોલીસને ખેતરમાંથી એવી વસ્તુ મળી આવી કે જોઈને ચોંકી ગઈ

ભરૂચ, અંકલેશ્વર: પાનોલી પોલીસમથકનો (Police Station) સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, કાપોદ્રા ગામનો બુટલેગર રમઝાન ઇદ્રીશ શેખ અને કુખ્યાત બુટલેગર જિગ્નેશ પરીખે વિદેશી દારૂનો (Alcohol) જથ્થો મંગાવ્યો છે. જે આલુંજ-પિલુદ્રા ગામ તરફ જતા માર્ગની બાજુમાં આવેલા ખેતરના શેઢા ઉપર સંતાડી રાખ્યો હતો. જે દારૂનો જથ્થો મહેશ છના વસાવા રખેવાળી કરી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડાને પગલે મહેશ વસાવા પોલીસને (Police) જોઇને ફરાર થઇ ગયો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 9372 નંગ બોટલ મળી કુલ 11.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે કુખ્યાત બુટલેગર જિગ્નેશ પરીખ તેમજ રમઝાન ઇદ્રીશ શેખ સહિત ત્રણ ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

તાતીથૈયામાં ૩ લાખથી વધુનો દારૂ ઝડપાયો, એકની અટકાયત
પલસાણા: પલસાણાના ઔદ્યોગિક એકમોથી મધમધતા કડોદરા નગ૨માં તહેવારોને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક અઠવાડિયામાં કડોદરા પોલીસમથકની હદમાં બીજીવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી, જેમાં ગત સોમવારે વિજિલન્સની ટીમે તાતીથૈયાથી એક મકાનમાં ૩ લાખથી વધુનો દારૂ ઝડપી પાડી એક ઇસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય પાંચ ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

દારૂની રેલમછેલ સામે લગામ કસવા સ્ટેટ મોનિટરિંગ સેલે સુરતના કડોદરા જીઆઇડીસી પોલીસમથકમાં સતત બીજી રેઇડ કરી હતી. એક અઠવાડિયા પહેલાં અંત્રોલીની સીમમાં લિસ્ટેડ બુટલેગરનો મોટી સંખ્યામાં દારૂ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તાતીથૈયા ગામે ગોકુલધામ સોસાયટીના મકાન નં.૧૪૬માં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળતાં તેમણે સ્થળ પર જઇ તપાસ કરતાં પોલીસને મકાનની અંદરથી ૬૧૩ નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી મનીષ મદનલાલ શાહની અટકાયત કરી પૂછપરછ કરતાં આ દારૂ લિસ્ટેડ બુટલેગર અકીલ અહેમદ સૈયદ એહમદ કાદરીનો હોવાની કબૂલાત કરી હતી. વધુમાં રાજુ મારવાડી ઉર્ફે સોહનલાલ શર્મા તેમજ કલ્લુ રાજપૂત તથા વીરૂ મહાજન, લાલુ નામના ઇસમ મળી કુલ ૫ ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી રૂ.૩,૭૨,૧૮૦ રૂપિયાનો વિદેશી દારૂ, બાઇક તથા મોબાઇલ મળી કુલ ૪,૧૨,૧૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top