ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરના લોકોની ગીચ વિસ્તાર એવા પાંચબત્તી (Panch Batti) વિસ્તારમાં સીએનજી કારમાં (CNG Car ) આગ (Fair) લાગી હતી. જેથી નાસભાગ મચી હતી. જોકે, આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહી થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.ગુરુવારે વહેલી સવારે ભરૂચ શહેરના ભરચક એવા પાંચબત્તી સર્કલ પાસેથી એક કાર ચાલક પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન સીએનજી કારમાં ધુમાડા નીકળતા ચાલકે કાર માર્ગની બાજુમાં થોભાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કંઈ સમજે તે પહેલા આગ ભભૂકી ઉઠી. આગને પગલે સમયસુચકતા વાપરી ચાલક નીચે ઉતારી ગયો હતો.
- ભરૂચ શહેરના ભરચક એવા પાંચબત્તી સર્કલ પાસેનીની ઘટના
- આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહી
આગની ઘટનાને પગલે નાસભાગ મચી હતી
તે દરમિયાન ધક્કો લગાવે તે પહેલા જ કાર લૉક થઇ ગઈ હતી. જોકે, આગની ઘટનાને પગલે નાસભાગ મચી હતી. આગ અંગે વાહન ચાલકોએ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા. અને પાણીનો મારો ચલાવી ગણતરીની મિનીટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
અંકલેશ્વરમાં રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ખાડામાં પલ્ટી ખાધી
ભરૂચ જિલ્લામાં અકસ્માતોનો વણઝાર થઇ રહ્યો છે, તેવામાં અંકલેશ્વર ખાતે શુક્રવારના રોજ સવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. અંકલેશ્વરના દિવા રોડ વિસ્તારમાં શુક્રવારે સવારે એક સ્કૂલ રીક્ષાને અકસ્માત નડ્યો હતો. જેમાં બે જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બેકાબુ બનેલી રીક્ષા રોડની બાજુના ખાડામાં પલ્ટી
અંકલેશ્વરની ખાનગી સ્કૂલના બાળકોને લાવવા અને મૂકી જતા સ્કૂલ રિક્ષાના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બેકાબુ બનેલી રીક્ષા રોડની બાજુના ખાડામાં પલ્ટી ખાતા રીક્ષામાં સવાર વિદ્યાર્થીઓના જીવ એક સમયે ટાળવે ચોટયા હતા. અકસ્માતની ઘટના બાદ આસપાસ ઉપસ્થિત લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિકોએ અકસ્માતમાં ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર અર્થે ખસેડી મામલે અંકલેશ્વર પોલીસને જાણ કરવાની તજવીજ હાથધરી હતી.