Dakshin Gujarat

એકજ મહિનામાં નર્મદા ડેમની જળસપાટી 9.68 મીટર ઘટી ગઈ


ભરૂચ: (Bharuch) ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટીમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક જ મહિનામાં ડેમની સપાટીમાં 9.68 મીટરનો ઘટાડો નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદ (Rain) ઓછો હોવાના કારણે અને નર્મદા ડેમના 1200 મેગાવોટના વીજ મથકો સતત ચાલુ રહેતા જળ જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષ કરતા આ વર્ષે નર્મદા ડેમની જળ સપાટી (Water surface) 6.15 મીટર ઓછી છે.

  • છેલ્લા એક જ મહિનામાં ડેમની સપાટીમાં ૯.૬૮ મીટરનો ઘટાડો નોંધાયો
  • ઉપરવાસમાં વરસાદ ઓછો હોવાના કારણે તથા નર્મદા ડેમના ૧૨૦૦ મેગાવોટના વીજ મથકો સતત ચાલુ રહેતા ઘટાડો નોંધાયો છે.
  • વિજમથક નું ડિસ્ચાર્જ થયેલું પાણી સીધું નર્મદા નદીમાં છોડાતા નદીમાં ભરપૂર પાણી

1 જૂનના રોજ નર્મદા ડેમની જળ સપાટી ૧૨૩.૩૮ મીટર હતી જ્યારે ૧ જુલાઈના રોજ ૧૧૩.૭૦ મીટર જળ સપાટી નોંધાઈ છે.એટલે ૯.૬૮ મીટરનો ઘટાડો નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદ ઓછો હોવાના કારણે જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે. જોકે વિજમથકનું ડિસ્ચાર્જ થયેલું પાણી સીધું નર્મદા નદીમાં છોડાતા નદીમાં ભરપૂર પાણી છે. નર્મદા ડેમના ૧૨૦૦ મેગાવોટના વીજ મથકો સતત ચાલુ રહેતા ઘટાડો નોંધાયો છે.હાલ વીજ મથકો ચાલતા નદી પણ પાણી છોડાઈ રહ્યું છે.ઉપરવાસ માંથી ચોમાસા દરમિયાન પાણીની આવક થાય તો ફરી નર્મદા ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચી શકે છે. નર્મદા ડેમપર પાણીની આવક આજે ૧૪૧૬૪ ક્યુસેક છે અને લાઈવ સ્ટોરેજ ૩૨૮.૭૭ મિલિયન ક્યુબિક મીટર છે.

પાણીની આવક હવે ઘટતા જળ સપાટી પણ ઘટી છે. જેના કારણે ૧૨૦૦ મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા રીવર બેડ પાવર હાઉસના ચાર મશીનને ચલાવવામાં આવતા તેમાંથી ર૬૫૫૭ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને આ ડિસ્ચાર્જ થયેલું પાણી જે છે એ સીધું નર્મદા નદીમાં જતા નદીમાં ભરપૂર પાણી છે. જુલાઈની શરૂઆત થઈ છે વિસ્તારમાં જોઈએ તેટલો વરસાદ નથી પડતો જેના કારણે ડેમની જળ સપાટી વધતી નથી અને આવક પણ પાણીની ઓછી છે. અત્રે ઉલ્લેખનીય ૨૦૧૯ ના ૧ જૂલાઈના રોજ ડેમની જળ સપાટી ૧૧૯.૮૫ મીટર હતી જ્યારે આ વર્ષે ૧૧૩.૭૦ મીટર છે. એટલે કે ગત વર્ષના કરતા આ વર્ષે જળ સપાટી ૬.૧૫ મીટર ઓછી છે.

Most Popular

To Top