ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોના પાર્ક (Mona Park) સોસાયટીમાં આવેલી ફાતેમા મસ્જિદની બાજુના બંધ મકાનમાં ગત રાત્રિના સમયે હથિયારધારી (Armed) તસ્કર ગેંગે (Thief Gangs) ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.શિયાળાની ફૂલગુલાબી ઠંડીની મોસમ જામી છે. લોકો ઠંડીના સમયમાં મીઠી નિદ્રા માણતા હોય છે, તે જ સ્થિતિનો ફાયદો ઉઠાવવા માટે હવે તસ્કરો પણ મેદાનમાં ઊતર્યા હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ શહેરની બાયપાસ ચોકડી વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી મોના પાર્ક સોસાયટીમાં આવેલી ફાતેમા મસ્જિદની બાજુના બંધ મકાનમાં ગત રાત્રિના સમયે હથિયારધારી તસ્કર ગેંગ ત્રાટકી હોવાથી તે પ્રકારની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી છે. લોખંડના સળિયા, પરાઈ જેવી વસ્તુઓ લઇને આવેલી તસ્કર ટોળકીએ 12 હજાર જેટલી રોકડ રકમ સહિતના માલ સામાનની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
- તસ્કરો ધારિયા,લોખંડના સળિયા અને પાઇપ જેવી વસ્તુઓ લઇને આવ્યા હતા
- બંદ મકાનને નિશાન બનાવી રોકડ રકમ અને અન્ય મત્તા ઉપર હાથફેરો કરી ગયા
અંકલેશ્વરનાં વધુ ૪ ગામમાં ટ્રાન્સફોર્મરમાંથી કોપરની ચોરી
અંકલેશ્વર: અંકલેશ્વરના ચાર ગામની સીમમાંથી ૧૨ વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ ૩.૬૫ લાખથી મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.અંકલેશ્વરના જૂના દીવા ગામની સીમમાં આવેલા દેવજી સોમા આહીરના ખેતરમાં વીજ કંપની દ્વારા ખેતીવાડી માટે વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે. જે વીજ ટ્રાન્સફોર્મરને ચોરોએ નિશાન બનાવ્યું હતું અને વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ઢોળી, સ્ટડ તોડી અને કોપર કોઈલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જ્યારે આવી જ રીતે જૂની દીવા, જૂના બોરભાઠા બેટ અને જૂની સુરવાડી ગામની સીમમાં મળી ૧૨ સ્થળેથી વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર, ઓઇલ મળી કુલ ૩.૬૫ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચોરી અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.