ભરૂચ: (Bharuch ) માતર ગામમાં (Matar Village) કપિરાજે (Monkey) પાંચથી વધુ લોકોને બચકાં ભરી ઈજાગ્રસ્ત (Injured) કર્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. સમગ્ર વિસ્તારમાં ભય ફેલાઈ જતા રેસ્ક્યુ વિભાગની (Rescue Department) ટીમે છટકું ગોઠવ્યું હતું પાંજરે પુરાયેલ કપિરાજને કારણે લોકોએ હાશકારો લીધો હતો.છેલ્લા ઘણા દિવસોના આંતકથી ગામવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.અનેક લોકોને હોસ્પિટલ ભેગા થવાની પણ નોમાત આવી હતી.
કપિરાજે પાંચ થી વધુ લોકોને બચકાં ભરી આતંક મચાવ્યો
આમોદ તાલુકાના માતર ગામે વાનરનો ત્રાસ વધી ગયો હતો. જેના પગલે લોકોએ ફરીયાદ કરતા વનવિભાગે પાજરૂં ગોઠવ્યું હતું. જેમાં લોકોને બચકાં ભરી આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરામાં પૂરાતા લોકોએ હાશકારો લીધો હતો.
આમોદ તાલુકાના માતર ગામે કપિરાજે પાંચ થી વધુ લોકોને બચકાં ભરી આતંક મચાવ્યો હતો. અનેક ગામલોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કરતાં આયોગ્ય કેન્દ્ર ખાતે લોકોએ સારવાર લેવાની ફરજ પડી હતી. જેથી ગામલોકો ભયભીત બન્યા હતાં. વિસ્તારના લોકોનું બહાર નિકળવાનું મુશ્કેલ બન્યું હતું. ત્યારે લોકોની ફરીયાદના પગલે આમોદ વનવિભાગે બચકાં ભરતા કપિરાજને કેદ કરવા કવાયત હાથ ધરી હતી. જેમાં આતંક મચાવનાર વાંદરો આખરે પાંજરે પુરાતા લોકોએ હાશકારો લીધો