Dakshin Gujarat Main

કાગળની ગડ્ડી પકડાવી બેન્કોના ગ્રાહકોને છેતરતી ગડ્ડી ગેંગના મુખ્ય સૂત્રધારને ભરૂચ LCBએ પકડ્યો

ભરૂચ: રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીયકૃત બેંકોમાં (Nationalized bank) રૂપિયા જમા કરાવવા આવતા ગ્રાહકો સાથે છેતરપિંડી (Cheating) થતી હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. જેમાં કાગળની ગડ્ડી બનાવીને ગ્રાહકોને વિશ્વાસમાં લઈ તેમની સાથે ગડ્ડી ચિટિંગ કરતાં તત્વોએ હાહાકાર મચાવ્યો હતો, ત્યારે ભરૂચ LCB પોલીસે સુરત શહેરના પલસાણા ખાતેથી ગડ્ડી ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી (Arrest) પાડ્યો છે.

  • ભરૂચ એલસીબીએ પલસાણા ખાતેથી ગડ્ડી ગેંગના મુખ્ય સુત્રધારને પકડ્યો
  • આંતરરાજ્ય 80થી વધુ ગુન્હાને આપી ચૂક્યો છે અંજામ
  • ગડ્ડી ગેંગના 7 સાગરીતોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા

અંકલેશ્વર બી-ડીવીઝનમાં તા-૬/૨/૨૦૨૩ના રોજ બેન્ક ઓફ બરોડાના CCTV કેમેરા તેમજ સી.ડી.આર એનાલીસીસ કરતા એક શંકાસ્પદ ઇસમ જણાતા બાતમી આધારે એવી બાતમી મેળવી કે એ ઇસમનું નામ સાજીદ સલીમખાન સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં રાજમદીના સોસાયટીમાં રહે છે.

પોલીસે દ્વારા આ સોસાયટીમાં વોચ ગોઠવીને નામઠામની ખાત્રી કરવામાં આવી હતી. પોલીસે સાજીદ ઉર્ફે બાબુ કાણીયો સલીમ ખાન (ઉ.વ.31, રહે-રાજમદીના સોસાયટીમાં રૂમ.નં-40 ભાડાના મકાનમાં પલસાણા જી-સુરત) ને ઝડપી લઇને સઘન પૂછપરછ કરી હતી.

સલીમે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે હું અને મારા મિત્રો જીતેન્દ્ર ઉર્ફે ભુરીયા (રહે-અમરોલી, સતનામ ઉર્ફે પપ્પુ રહે-કડોદરા), યોગેશ નામદેવ પાટીલ (રહે-સંજય નગર), આયુષ મિશ્રા (રહે-ફાટક પાસે કડોદરા) , રવિયા ચરસી (રહે-મુંબઈ) તેમજ પ્રમોદ યાદવ (રહે-કડોદરા) બધા મળીને રાજ્યમાં અંકલેશ્વર, સુરત સહીત ભારતમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર અલગ અલગ વોચ કરીને નાગરીકો પાસેથી છેતરપીંડીના રૂપિયા આધારે 80થી વધુ ગુનાને અંજામ આપી હોવાની કબુલાત કરી લીધી હતી.

અંકલેશ્વર બી-ડીવીઝન પોલીસને તપાસ સોંપવામાં આવતા વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગડ્ડી ગેંગના અન્ય 7 સાગરીતોને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top