ભરૂચ,જંબુસર: જંબુસર (Jambusar) તાલુકાના ટૂંડજ ગામે સત્તાના દુરુપયોગ અને પંચાયતની (Panchayat) ચૂંટણીમાં (Election) ઉભા રહેવા બદલ યુવાન ઉપર શુક્રવારે ડેપ્યુટી સરપંચના પરિવાર સહિત ૬ લઘુમતી હુમલાખોરોએ (Attack) કરેલા જાનલેવા હુમલા વાઈરલ થયેલો વિડીયો (Viral Video) સામે આવ્યો છે. જંબુસર તાલુકાના ટુંડજ (Tundaj) ગામે શુક્રવારે બપોરના સુમારે તળાવની પાળે ડેપ્યુટી સરપંચના પતિ તથા મળતિયાઓ દ્વારા ભેગા થઈ યુવાન પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. ગામની સરકારી જમીન પર ડેપ્યુટી સરપંચ તેમજ તેઓના પતિ દ્વારા ગેરકાયદે રીતે જમીન પચાવી પાડી અને ડેપ્યુટી સરપંચે સત્તાનો દુરુપયોગ કરી જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો હતો.
- પંચાયતની ચૂંટણીમાં વિરુદ્ધમાં ઊભા રહેનાર યુવકને લાકડાના ફટકાથી ઢોર માર માર્યો, યુવકના બન્ને પગે ૫ થી ૬ ફેક્ચર
- કાવી પોલીસ મથકે સરપંચના પતિ સહિત ડેપ્યુટી પરિવાર સામે હુમલો અને એટ્રોસિટીનો ગુનો દાખલ
આ બાબતે સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા દ્વારા સરકારી વિભાગોમાં કાયદેસરની કાર્યવાહી કરવા અરજી કરી હતી. જેની તપાસમાં ડેપ્યુટી સરપંચનું પરિવાર ઇકો લઈ નીકળ્યું હતું. ઇકો ગાડીમાં સરપંચના પતિ તોશિફ અજીતસિંહ સિંધા, કેસરી સંગ ફતેસિંહ સિધા, આશિફ અજીતસિંહ સિધા, શરીફ અજીતસિંધા, મુન્નાભાઈ ઉર્ફે મામા અને સાદીક ભાઈ ઉદેસંગ સિંધા આમ ૬ લોકોએ ત્યાં ઊભેલા સુરેશભાઈને અમારી વિરુદ્ધ ફરિયાદ કેમ કરી છે. તેમ કહી ઘાતક હુમલો કરી જમીન ઉપર પાડી ઉપરાછાપરી લાકડીના સપાટા બન્ને પગે મારવા માંડ્યા હતા. બાદમાં ઇકો ગાડીમાં હુમલાખોર ડેપ્યુટી સરપંચનું પરિવાર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયું હતું.
સુરેશભાઈને પ્રાથમિક સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બંને પગમાં ૫ થી ૬ ફેક્ચર અને ઈજા ગંભીર હોય જેથી વધુ સારવાર અર્થે બરોડા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી બન્ને પગે ફ્રૅક્ચર તથા લોહી વધુ વહી જવાના કારણે વધુ સારવાર માટે વડોદરાની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. કાવી પોલીસે ૬ હુમલાખોરો સામે એટ્રોસિટી અને જીવલેણ હુમલાનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
ટુંડજ ગામે કઠિત પદાધિકારીઓએ ગેરકાયદે સરકારી પ્રોપર્ટી પર કબજો જમાવ્યાનો આક્ષેપ
ગામનો વિકાસ માટે ગ્રામ પંચાયતમાં હોદ્દેદારોની વરણી થતી હોય છે. જો કે ટુંડજ ગામે ઘટનાથી કથિત ડેપ્યુટી સરપંચ દ્વારા સત્તાનો દુરોપયોગ થયો હોય તેમજ રાજકીય વગને કારણે ટુંડજ ગામ સરકારી તેમજ પ્રાઇવેટ મિલકતો પર ગેરકાયદે કબજો જમાવી દીધો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ગામમાં માથાભારે તત્વ હોવાની દહેશત હોવાથી ગામલોકોમાં ભીતિ સેવાઈ રહી છે.અને ગ્રામજનો તેઓ વિરૂદ્ધ કાર્યવાહી કરતા પણ ગભરાય છે.