Dakshin Gujarat

એપેન્ડીક્સના ઓપરેશન બાદ ભરૂચની હોસ્પિટલમાં યુવતીનું મોત થતા હોબાળો

ભરૂચ: ભરૂચના (Bharuch) સેવાશ્રમ હોસ્પિટલ (Hospital) ખાતે એપેન્ડિક્સના ઓપરેશન (Operation) માટે દાખલ થયેલી યુવતીનું ઓપરેશન બાદ મોત (Death) થતાં મૃતકના પરિવારજનોએ હોસ્પિટલના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપ સાથે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને ઈન્જેક્શનનો ઓવરડોઝ આપી દેવાના કારણે દર્દીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પોલીસમથકે પહોંચી દર્દીનું પેનલ પીએમ કરાવવાની કવાયત કરી છે. ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ભીડભંજન વિસ્તારમાં રહેતા દેવજીભાઈ રાઠોડની 19 વર્ષીય દીકરી ખુશીને પેટમાં દુખાવો થતો હોય અને તેણીને ઓપરેશનની જરૂર હોવાના કારણે પરિવારજનોએ તેને સેવાશ્રમ હોસ્પિટલમાં દાખલ કરી હતી અને તેની સારવાર દરમ્યાન ઓપરેશન કરાયું હતું.

ઓપરેશન થયા બાદ ઈન્જેક્શનનો ઓવરડોઝ અપાયો હોવાના પરિવારજનોના આક્ષેપ
ઓપરેશન બાદ દર્દીની હાલત સુધારા ઉપર હતી. પરંતુ નર્સ કે હોસ્પિટલના સત્તાધીશોએ આરટીસીલ નામનું ઈન્જેક્શન (ઓવરડોઝ) મૂકવામાં આવવાના કારણે તેણીની હાલત લથડી હોય અને તેને ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપર લેવાની જરૂર પડી હતી. દર્દીની હાલત સુધારા પર હોય તેણીએ પોતાના પિતાને ખાવા અંગે પૂછ્યું. બાદમાં ખુશીની તબિયત લથડતાં તેણે જીવ ગુમાવ્યો હોવાની જાણ તબીબોએ પરિવારજનોને કરી હતી.

એપેન્ડિસના ઓપરેશન બાદ 19 વર્ષીય યુવતીનું મોત થતાં પરિવારજમાં રોષ
પરંતુ હોસ્પિટલના સત્તાધીશોની લાપરવાહી હોવાથી મામલો દબાવવાના પ્રયાસો કર્યા હોવાના આક્ષેપ પરિવારે કર્યા હતા. 19 વર્ષીય દીકરીનું મોત થતા પરિવારજનો રોસે ભરાયા હતા અને હોસ્પિટલના સત્તાધીશોની લાપરવાહીના કારણે મોત થયું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. પરિજનો એ-ડિવિઝન પોલીસમાં દોડી જઈ મૃતક દર્દીનું પેનલ પીએમ કરાવી તેના મોતનું સાચું કારણ શોધવાની માંગ કરી હતી. સાથે હોસ્પિટલ સત્તાધીશો સામે હત્યાનો ગુનો દાખલ કરવાની પણ માંગ કરી હતી.

ડુંગરી હાઇવે ઉપર વાહન અડફેટે આધેડનું મોત
વલસાડ: વલસાડ નજીકના ડુંગરી હાઈવે પર પૂરપાટ ઝડપે દોડી રહેલા વાહનની ટક્કર હાઈવે ક્રોસ કરી રહેલા આધેડને લાગી હતી. જે અકસ્માતમાં ઈજા પહોંચેલા આધેડનું મોત નિપજ્યું હતું. જયારે અકસ્માત નોતરનાર વાહનચાલક ભાગી છૂટ્યો હતો. જે અંગેનો ગુનો પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વલસાડ નજીકના ડુંગરી ભરા ફરિયા ધોળીયાવાડમાં રહેતા કાળીદાસ મંગા પટેલ (ઉં.વ.55) હાઈવે ઉપર ઉંબાડિયાની દુકાન આવેલી છે. તેમાં સિક્યુરિટી તરીકે નોકરી કરે છે. ગતરોજ કાળીદાસ દુકાન ઉપર ગયા હતા,

દુકાન ઉપર નોકરી કરીને ડુંગરી અમૃતસર હોટલની સામે સુરતથી મુંબઈ તરફ જતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે કાળીદાસને અડફેટે લઈ અકસ્માત કર્યો હતો. જેમાં કાળીદાસનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે વાહનચાલક ભાગી છૂટ્યો હતો. પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top