ભરૂચ: ભરૂચ GIDCમાં આવેલી નર્મદા પેકેજીંગ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી હતી. સમગ્ર ઘટનાને પગલે દુર દુર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. જે બાબતે ભરૂચ પાલિકાના ફાયર ફાયટરોને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે ભરૂચ જીલ્લામાં બે દિવસમાં આગ લાગવાની બે ઘટના બની હતી.
- ભરૂચ GIDCમાં એક પેકેજીંગ કંપનીમાં લાગેલી ભીષણ આગ, દુરથી ગોટા દેખાયા
- ભરૂચ પાલિકાના ફાયર ફાઈટરો આગ કાબુ કરવા ઘટનાસ્થળે પહોચ્યા
ભરૂચ GIDCમાં આવેલી નર્મદા પેકેજીંગ કંપનીમાં અચાનક ભીષણ આગે ચપેટમાં લીધો હતો. આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. આગ ભારે લગતા દુરથી પણ તેના ગોટેગોટા નીકળતા દુરથી નજરે દેખાતા હતા. સમગ્ર ઘટના બનતાની સાથે ભરૂચ નગર પાલિકાના ફાયર ફાઈટરોને દોડી આવ્યા હતા. તેઓએ આગને કાબુમાં કરવા માટે લાશ્કરો લાગી ગયા હતા. જો કે આગ ક્યા કારણે લાગી હોવાનું કારણ હજુ અકબંધ છે.
એક દિવસ અગાઉ પાલેજની રબર કંપનીમાં આગ લાગી હતી
ઉલ્લેખનીય એ છે કે ભરૂચ જીલ્લામાં બે દિવસમાં બે વખત કંપનીમાં આગ લાગી હતી. બુધવારે ભરૂચ GIDCમાં કંપનીમાં આગ લાગે એ પહેલા મંગળવારે પાલેજમાં લાગેલી રબર કંપનીમાં આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પ્લાન્ટમાં કામ કરતા કામદારો દોડી આવ્યા હતા.
પાલેજમાં ફાયર બ્રિગેડની સુવિધા ઉભી કરવા માંગણી
આગને કાબુમાં કરવા માટે ઝનોર NTPC તેમજ ભરૂચ નગર પાલિકાના લાશ્કરો દોડી આવ્યા હતા. જો કે પાલેજ GIDCમાં ફાયર બ્રિગેડન અભાવ હોવાથી ભરૂચ કે આજુબાજુની કંપનીઓમાંથી ફાયર ટેન્ડર બોલાવવાની નોબત આવતી હોય છે. જેથી ઔદ્યોગિક વસાહત ધરાવતા પાલેજમાં ફાયર બ્રિગેડની સુવિધા ઉભી કરવા માટે માંગ ઉદ્દભવી છે.