Dakshin Gujarat

બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવી આપવાનું ભરૂચના ડો. સુનિલ શાહને ભારે પડ્યું

ભરૂચ: વડોદરાના (Vadodara) ગોત્રી વિસ્તારમાં રહેતા પરિવારમાં સગા કાકાએ (Uncle) જ દગો આપ્યો હોવાની વિગતો બહાર આવી છે. પરિવારમાં અવારનવાર મિલકતને (Property) લઈ બોલાચાલી કે પછી ઝઘડા થતા હોય છે. જેમાં ઘણી વખત પરિજનો મિલકતને ખોટી રીતે પણ કબ્જો મેળવી લેતા હોય છે. ત્યારે પિતાના મોત બાદ માતા અને પુત્ર સાથે પણ તેના કાકા દ્વારા કંઈક આવું જ કરવામાં આવ્યું હતું. જે અંગે પુત્રએ કાકા વિરુદ્વ પોલીસમાં ફરિયાદ (Police Complaint) નોંધાવવામાં આવી છે.

  • વડોદરામાં ભત્રીજાની પ્રોપર્ટી પચાવી પાડવા કાકાએ કાવતરું રચ્યું
  • પ્રોપર્ટીના વિવાદમાં ભરૂચના ડોક્ટરની ધરપકડ
  • મરણનો ખોટો દાખલો આપતા ભરૂચના ડોક્ટરની ધરપકડ

સૂત્રો દ્વારા માહિતી અનુસાર SCI ઈન્ટરનેશનલ સિક્યુરીટી લિમિટેડના ડિરેક્ટર વિક્રાંત સુરેશભાઈ શુકલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ એવી નોંધાવી હતી. પિતાના અવસાન બાદ માતાએ તમામ જવાબદારી સંભાળી લેતા વિક્રાંત શુક્લાના કાકા વિજય ચંદ્ર પ્રકાશ શુકલા (રહે. પંચમ ડૂપ્લેક્સ, સોમા તળાવ) ને આ વાત સારી ન લાગી. જેથી વિજય શુકલાએ પોતાના ભાઈની પત્ની હીરારાણી મૃત્યુ પામ્યા હોવાના ખોટા પુરાવા આપી કંપની વિક્રાંત અને વર્ષાબેનની જાણ બહાર પોતાના નામે કરાવી દીધી હતી.

મહત્વનું છે કે, વિક્રાંત શુકલા સહિત તેમની માતા વર્ષાબેને આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં ડો. સુનિલ પ્રફુલ્લચંદ્ર શાહ (રહે. શાહ નર્સિંગ હોમ, ભરૂચ) વિક્રાંતના કાકા વિજય શુકલાના કહેવા પર વિલાસપતિ તેમની હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા ન હોવા છતાં મરણ જાહેર કર્યા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે વિજય શુકલાએ ભરૂચ નગર પાલિકામાંથી મરણ દાખલો કઢાવ્યો હતો.

એટલું જ નહિ પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, માત્ર વિલાસપતિ જ નહિ પરંતુ હીરારાણીનો પણ મરણનો દાખલો ખોટી રીતે કઢાવવામાં આવ્યો હતો. જેથી આ મામલે ખોટું મરણ સર્ટિફિકેટ બનાવનાર ભરૂચના ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. જેની જામીન અરજીનો હવે ચુકાદો આવશે.

ભત્રીજાની પ્રોપર્ટી પચાવી પાડવા કાકાએ જીવતે જીવ મરણનો દાખલો રજૂ કરી દીધો
માતા-પિતા અને દાદાએ વર્ષ ૧૯૯૪માં એસસીઆઈ ઈન્ટરનેશનલ સિક્યુરીટી એજન્સી અલકાપુરી વિન્ડસર પ્લાઝામાં શરૂ કરી હતી. પિતાના અવસાન બાદ કંપનીનું સંચાલન માતા વર્ષાબેનને આપવામાં આવ્યું હતું. જે કાકા વિજય શુકલાને ન ગમતા તેના દ્વારા જીવતે જીવ એ લોકોના મરણનો દાખલો કઢાવી તમામ જમીનો પોતાના નામે કરાવી દીધી હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે સમગ્ર તપાસ કરતા ડોક્ટરની મિલીભગત સ્ફોટક વિગત સામે આવી છે. આ મામલે હજી પણ મોટા ભેદ બહાર આવે એવી શક્યતા છે.

Most Popular

To Top