ભરૂચ: (Bharuch) નેત્રંગ પોલીસે (Police) નશાના વેપલાનું જિલ્લામાં વિતરણ થાય તે પહેલા જ લાખોના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોની ધરપકડ કરી છે. પોલીસે સ્કોડા કારને (Car) થવા ચેક પોસ્ટ ઉપર રોકી તેની તલાશી લેતા બ્રાન્ડેડ દારૂની (Branded Liquor) નાની-મોટી બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે નેત્રંગ ચાર રસ્તા વિસ્તારમાં એક ફોર વ્હીલ કાર નંબર GJ-15-CH-8415ને રોકી તેમાં તલાશી લેતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તો બીજી તરફ ડેડીયાપાડાથી નેત્રંગ તરફ આવી રહેલા સ્કોડા કાર નંબર MH-04-EH 5150ને થવા ચેક પોસ્ટ ઉપર રોકી તેની તલાશી લેતા બ્રાન્ડેડ દારૂની નાની-મોટી બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા.
નેત્રંગ પોલીસે આ મામલે મિતેષ ઉર્ફે કાલુ ઈશ્વરભાઈ વસાવા રહે. નાના કરાળા, શિનોર વડોદરા માસુમ ઉર્ફે બિલ્લો વસાયા રહે. ખોજા સોસાયટી વલસાડ, આસીફ ઉર્ફે કોન્ડુ લાખાણી રહે. ખોજા સોસાયટી વલસાડ તેમજ અન્ય કારમાંથી ઝડપાયેલ દારૂમાં પિયુષ દિલીપભાઈ શિવલાલજી રહે. ઉદયપુર રાજસ્થાન, પરમજીત સિંઘ રાઠોડ રહે. શ્રીનાથ કોલોની ઉદયપુર, રાજસ્થાન નાઓને ઝડપી પાડ્યા હતા તેમજ આ મામલે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા હતા.
નેત્રંગ પોલીસ દ્વારા ઝડપાયેલ ઈસમો પાસેથી વિદેશી શરાબનો જથ્થો સહિત ફોર વ્હીલ ગાડીઓ મળી કુલ રૂા. 37,74,720/- નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા તત્વોમાં ભારે ખળભળાટ મચ્યો છે.
પલસાણા પોલીસે કણાવ પ્રમુખ પાર્કમાં પાર્ક કરેલી એક કાર માંથી 75 હજારનો દારૂ ઝડપી પાડયો
પલસાણા પોલીસને મળેલી બાતમીના આધારે કણાવ ગામ નજીક આવેલ પ્રમુખપાર્ક માં ઘર આગળ પાર્ક કરેલી એક કાર માંથી 75 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો અને કાર માલીકને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહીતી અનુસાર પલસાણા તાલુકા પોલીસ આજ રોજ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના કણાવ ગામની સીમમાં આવેલ પ્રમુખવીલા સોસાયટીમાં રહેતા એક ઇસમે તેની ફો૨વીલ ગાડી નંબર જીજે ૦૫ એઆર ૨૫૦૨ વિદેશી દારૂ ભરી સોસાયટીમાં જ પાર્ક કરેલ છે.
જે બાતમી આધારે પોલીસે સ્થળ પર જઇ રેઇડ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંબર ૫૭૬ જેની કીમત ૭૫૬૦૦ રૂપીયા તેમજ ગાડીની કીમત ૧ લાખ મળી કુલ ૧૭પ૬૦૦ રૂપીયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો તથા ગાડીના ચાલક કીશન સેન ઉર્ફે મારવાડી રહે પ્રમુખવીલા સોસાયટી કણાવ ગામનાઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.