Dakshin Gujarat

ભરૂચમાં ઘર આંગણે પાર્ક કરેલી બાઇકમાં આગ લાગ્યા બાદ પેટ્રોલ ટાંકીમાં બ્લાસ્ટ

ભરૂચ: (Bharuch) ભરૂચની એક સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલા બાઈકમાં (Bike) ભરબપોરે અચાનક આગ (Fire) લાગ્યા બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટનો અવાજ એટલે હતો લોકો આસપાસના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતાં. લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કરવા સાથે ફાયરમાં પણ કોલ કર્યો હતો. જોકે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચે તે પહેલા જ આખી બાઈક સળગી ગઈ હતી.

  • ભરૂચમાં ઘર આંગણે પાર્ક કરેલી બાઇકમાં આગ લાગ્યા બાદ પેટ્રોલ ટાંકીમાં બ્લાસ્ટ
  • ધડાકાનો અવાજ સાંભળી લોકો ઘરની બહાર દોડી આવ્યા

આ બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરની રોશનપાર્ક સોસાયટીમાં રહેતા એક સિક્યુરિટી ગાર્ડ રવિવારે પોતાની ડ્યુટી પરથી બાઈક લઈને ઘરે આવ્યા હતાં. તેમણે ઘરઆંગણે બાઇક પાર્ક કરી હતી અને ઘરમાં ગયા હતાં. દરમિયાન અચાનક જ બાઈક સળગવા લાગી હતી અને સળગતી બાઈકની પેટ્રોલની ટાંકીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ગભરાઇને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. શરૂઆતમાં સ્થાનિક લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કરવા સાથે ફાયરમાં પણ કોલ કર્યો હતો. જોકે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચે તે પહેલા જ આખું બાઈક આગના હવાલે થઈ ગયું હતું.

ભરૂચ શહેરના કસક ગરનાળામાં મહારાષ્ટ્ર પાર્સિંગની મીની બસ ફસાઈ ગઈ,બંને તરફ વાહનોની કતારો લાગી
ભરૂચ: ભરૂચ શહેરના પ્રવેશદ્વાર કસક ગરનાળામાં શનિવારે રાત્રે સમયે મહારાષ્ટ્ર પાસિંગની મીની ખાનગી બસ ફસાઈ ગઈ હતી. જેથી બંને તરફ વાહનોની લાઈનો લાગી હતી. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટા વાહનો માટે ભરૂચ શહેરના પ્રવેશદ્વાર કસક ગરનાળાથી પસાર કરવા માટે ઘણા સમયથી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે બહારથી આવતાં વાહન ચાલકોને કસક ગરનાળામાંથી વાહનો પસાર કરવા અંગેની જાણ નહીં હોવાથી વાહનો ફસાઈ જતાં હોવાની ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે. ત્યારે શનિવારે રાતના સમયે મહારાષ્ટ્ર પાર્સિંગની મીની ખાનગી બસનો ચાલક કસક ગરનાળામાંથી પ્રવેશ કરવા જતા બસનો ઉપરનો ભાગ નાળામાં ફસાઈ ગયો હતો જેને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો.

ટ્રાફિકજામને પગલે માર્ગની બંને તરફ વાહનોની લાંબી લાઈનોની કતારો જોવા મળી હતી. જો કે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી બસને મહામહેનતે બહાર કાઢી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા ગરનાળા પાસે સાઈન બોર્ડ લગાવવાની જરૂર છે જેથી બહારથી આવતા વાહન ચાલકોને માલુમ પડે અને આવી ઘટના ફરીવાર ન બને એની તકેદારી રાખવાની જરૂરિયાત છે.

Most Popular

To Top