ભરૂચ: (Bharuch) જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (BDMA) અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ (BCC)ના સંયુક્ત ઉપક્રમે શનિવાર તા.૨૦મી જાન્યુઆરીએ બપોરે ૩થી ૪:૩૦ દરમિયાન રિમોટ કન્ટ્રોલ્ડ એર મોડલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચ ખાતે ભરૂચ-દહેજ રોડ અને દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે, દહેગામ, ભરૂચના મુંબઈ-દિલ્હી હાઇવે જંક્શન પર આયોજન કરવામાં આવ્યાં છે.
- ભારતીય વાયુ સેનાની ૯ એરક્રાફ્ટ એરોબેટિક ટીમ દહેગામ ખાતે દિલધડક એર-શો થકી ગગન ગજવશે
- ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ, જે એશિયાની એકમાત્ર ૯ એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે
- આ ઇવેન્ટ બધા માટે છે,પરિવારો અને દરેક વય જૂથના વ્યક્તિઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓને આમંત્રિત કરાયા
ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ, જે એશિયાની એકમાત્ર ૯ એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે, તેઓ તેમના અદભૂત કૌશલ્યનું પ્રદર્શન કરશે. આની પાછળ ઉદ્દેશ એવો છે કે સૂર્યકિરણ એર શો નાગરિકોને ખાસ કરીને યુવાનોને ભારતીય વાયુસેના સાથે જોડાવામાં મદદ કરવાની અનન્ય તક પૂરી પાડે છે, તેમજ તે યુવા પેઢીમાં આપણી માતૃભૂમિની સેવા કરવા માટે ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવાનો જુસ્સો જગાડશે. આ ઇવેન્ટ બધા માટે છે,પરિવારો અને દરેક વય જૂથના વ્યક્તિઓનું સ્વાગત છે. જિલ્લાની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને આ અદભુત ઘટનાના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેનો હેતુ રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાનો છે.એર શોનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાસત્તાક દિવસની મંગળવેળાએ રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉત્તેજન આપી આગામી પેઢીને પ્રેરણાં આપવાનો છે.