અંકલેશ્વર: (Ankleshwar) ગુજરાતના ઔદ્યોગિક હબ તરીકે ગણાતા ભરૂચ (Bharuch) જિલ્લામાં છેલ્લા ૧૪ માસમાં ૨૪ જેટલી ઔદ્યોગિક અકસ્માતની ઘટનાઓ સર્જાઇ છે, જેમાં ૪૨ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. સાથે જ ભરૂચ જિલ્લાની ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટની કચેરી માં ૫૦ ટકા જેટલો સ્ટાફ્ (staff) ઓછો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ તરીકે વિશ્વના નકશા પર અંકિત થયો છે. જિલ્લાના ૨૫૦૦થી વધુ ઔદ્યોગિક એકમોમાં હજારો કામદારો રોજગાર મેળવી રહ્યા છે જેમાં સ્થાનિક ઉપરાંત પરપ્રાંતીઓનો પણ મોટો ફળો છે. આ એકમોમાં જોકે અવારનવાર કેમિકલ ઝોન હોવાથી ગમખ્વાર દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. વિતેલા વર્ષમાં અનેક દુર્ઘટનાઓ સર્જાય છે. જે સૌને ખબર છે જ. મળતા આંકડા મુજબ છેલ્લા બાર મહિનામાં ૨૪ જેટલી ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં (Industrial Accident) ૪૨ કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે કામદારોની સુરક્ષા અને સલામતી અંગે પ્રશ્ન ઊઠવા સ્વાભાવિક છે.
આ અંગે વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં જાણવા મળ્યું છે કે, ગુજરાતભરની ઔદ્યોગિક વસાહતોમાં છેલ્લા બે વર્ષમાં 277 જેટલાં કામદારોનું મૃત્યુ નિપજ્યું છે. જેમાં ભરૂચ જિલ્લાની સાત ઔદ્યોગિક વસાહતોમાં ૯૫ જેટલા કામદારોનાં મૃત્યુ થયાં છે. આધારભૂત વર્તુળ દ્વારા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે. પરંતુ તેનો સ્ટાફ્ માટે ૫૦ ટકા જેટલો છે 2500 જેટલા જિલ્લાભરમાં વ્યાપ્ત ઉદ્યોગોમાં સુરક્ષા અને સલામતી વ્યવસ્થા નું નિયમિત રીતે ચેકિંગ થવું જોઈએ એના માટે ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ડેપ્યુટી ડિરેક્ટરની ખાસ જરૃર હોય છે. જેમાં બે જગ્યા ખાલી પડી છે અને ફેક્ટરમાં એક જગ્યા ખાલી પડી છે. ૨૫ સો જેટલા એકમોમાં નિયમિત રીતે સેટિંગ કરવું હોય તો કેટલા અધિકારીઓ જોઈએ એની કદાચ સરકારને ખબર નથી.
એકતરફ સરકાર સુરક્ષા અને સલામતીની વાતો કરે છે. ત્યારે બીજી તરફ્ ઔદ્યોગિક એકમોમાં ઘટતી દુર્ઘટનાઓ સામે આંખ મિચામણા કરે છે એવી છબિ ઊભી થઈ રહી છે. ખાલી જગ્યા ઉપર સરકાર ભરતી કેમ નથી કરતી એ પણ એક વિચાર માંગી લે એવો પ્રશ્ન છે. આજે ભરૂચ જિલ્લામાં મર્યાદિત અધિકારીઓ સાથે ૫૦૦થી વધુ એકમો જે જિલ્લાભરમાં છે. એનો રોજેરોજ સુરક્ષા સલામતીનો ઇન્સ્પેક્શન શક્ય નથી. ત્યારે સરકાર આ બાબતે શું પગલાં લે છે એ એક સવાલ ઊભો થયો છે.