ભરૂચ: (Bharuch) ભરૂચ LCB પોલીસે સીટી પોઈન્ટ હોટલ પાસે હાઈવે પર એક ટ્રકમાં પ્લાય બોક્સમાં મોટા પ્રામાણનો વિદેશી દારૂ (Alcohol) ઝડપી પાડતા લીકર માફિયાઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે (Police) ટ્રકમાંથી રૂ. ૬૯,૫૯,૫૦૦/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો, સાથે મહારાષ્ટ્ર પાર્સીંગની ટ્રકમાંથી બે પરપ્રાંતીય શખ્સોને દબોચી લીધા હતાં. પોલીસે કુલ રૂ. ૮૧.૭૩ લાખનો કબજે કર્યો હતો.
- પાલેજ નેશનલ હાઈવે પરથી અધધ… રૂ. 69.69 લાખના દારૂ ભરેલી ટ્રક સાથે બે ઝડપાયા
- ભરૂચ LCB પોલીસનું સફળ ઓપરેશન, 69,696 નંગ દારૂની બોટલો ગણતાં પોલીસ પણ બેવડ વળી ગઈ
- જનરેટરની બિલ્ટીની આડમાં વિદેશી દારૂની હેરફેર
- રૂ. 81.73 લાખનો મુદ્દામાલ જપ્ત: મધ્યપ્રદેશના બેને વોન્ટેડ જાહેર કરાયા
ભરૂચ LCBના PSI પી.એમ.વાળા સહિતની ટીમ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી, એ વેળા ચોક્કસ બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નં. ૪૮ પર ટ્રક નં-MH-૧૨ LT-૫૯૧૮માં મોટા પાયે વિદેશી દારૂ સુરતથી વડોદરા તરફ જઈ રહ્યો છે. જે બાબતે પાલેજ સીટી પોઈન્ટ હોટલ પાસે હાઈવે પર પોલીસે વોચ ગોઠવી દીધી હતી. બાતમી મુજબની ટ્રક આવતાં તેને રોકીને ચેક કરતાં ડ્રાઈવર અને કંડેકટરે જનરેટર હોવાનું જણાવીને બિલ્ટી બતાવી હતી. પોલીસને શંકા જતા તપાસ કરતા અંદરથી ગેરકાયદે દારૂના બોક્ષ નંગ-૧૪૪૨ જેમાંથી કુલ ૬૯,૬૯૬ નંગ વિદેશી બનાવટની દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.૬૯,૬૯,૬૦૦/- થાય છે. ટ્રકના રૂ. ૧૨,૦૦,૦૦૦/-, બંને આરોપીના અંગ ઝડતીમાં રૂ.૭૪૦/-, બે મોબાઈલ રૂ.૧૦૦૦/-, તાડપત્રી રૂ.૨૦૦૦/- મળીને કુલ રૂ. ૮૧,૭૩,૩૪૦/-નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
પોલીસે ડ્રાઈવર અને કંડેકટર મોસીનખાન સીરાજ્ખાન મેવાતી (ઉ.વ.૩૫ રહે. મેજમપુર,જી-ખરગોન) તેમજ રવિ કમલેશભાઈ ડામરા (ઉ.વ.૨૫ રહે, અમજેરા, જિ-ધાર બંને-મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી પાલેજ પોલીસ મથકે ગુનો નોધવામાં આવ્યો હતો. જયારે આરીફખાન રહેમાનખાન (રહે-બાલસમદ જી-ખરગોન મધ્યપ્રદેશ) તેમજ ઇમરાન જકીરભાઈને વોન્ટેડ જાહેર કર્યા છે. વધુ તપાસ ભરૂચ એ ડીવીઝન પીઆઈને સોંપવામાં આવી છે.