ભરૂચ: ભરૂચ (Bharuch) હાઇવે (Highway) ઉપર વડદલા નજીક વડોદરાથી (Vadodra) પુર ઝડપે આવતા ટ્રેલર ચાલકે વડદલા પાસે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 19 વાહનોને ટક્કર મારી ટ્રલર ફિલ્મી ઢબે કારના શો-રૂમમાં ઘૂસી ગયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ વડદલા નજીકથી એક મહાકાય ટ્રેલર સુરત તરફ માતેલા સાંઢની જેમ પૂરઝડપે પસાર થઈ રહ્યું હતું. તે દરમ્યાન અચાનક એક કાર સાથેના સંભવિત અકસ્માતને ટાળવા ટ્રેલર ચાલકે સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવી નજીકમાં આવેલ શો રૂમમાં ઘુસી જતા નાસભાગ મચી ગઈ ટ્રેલર ઘુસી જવાના પગલે શો રૂમના પાર્કિંગમાં રહેલા ૧૯ વાહનોને અડફટે લેતાં જંગી નુકસાન થયું છે.
લોકો કઈંક સમજે તે પહેલા ટ્રક શો રૂમના કંપાઉન્ડમાં ધસી આવી હતી અને લોકોના નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. આ ટ્રેલર ચાલકે ૪ કાર અને ૧૫ મોપેડને હાઈવને અડીને આવેલા કારના શો-રૂમ પાસે જ એક બાદ એક અડફેટે લઈ ફંગોળતા કોઈ ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા. જોકે સદર બનાવમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બનાવ સંદર્ભે શો-રૂમના માલિકે સી-ડિવિઝન પોલીસ મથકે બનાવ ગુનો નોંધાવાની તજવીજ હાથધરી છે.
મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પર કારને કન્ટેનરે ટક્કર મારતા કારના ફૂડચા ઉડી ગયા
પારડી : પારડી નેશનલ હાઇવે (Pardi National Highway) નં.48 કુમાર-કન્યા શાળા (School) સામે પારડીના નોટરી એડવોકેટ અને પારડી શહેર ભાજપ (BJP) ઉપાધ્યક્ષ નિલેશ પટેલ તેમની શિક્ષિકા પત્ની (Wife) દિપ્તી પટેલને વલસાડ સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાં સવારે 7 વાગ્યાના સુમારે મુકવા માટે જઈ રહ્યા હતા. તે દરમ્યાન મુંબઈથી (Mumbai) અમદાવાદ (Ahmedabad) જતા ટ્રેક પર એક કન્ટેનરના ચાલકે ફર્સ્ટ ટ્રેક પર અચાનક ઓવરટેક કરતા નિલેશભાઈની કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જાતા કાર સીધી ધડાકાભેર હાઈવે રેલિંગ અને પોલ સાથે અથડાતા કાર ત્રીજા ટ્રેક પરના સાઈડની રેલિંગમાં ઘુસી ગઈ હતી. વલસાડ તરફ જતી કારની દિશા વાપી તરફ થઇ ગઈ હતી. જોકે, અકસ્માત થતા જ કારની એરબેગ ખુલી જતા આગળ બેઠેલી તેમની પત્ની દિપ્તીબેન પટેલ અને નિલેશભાઈનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનામાં કન્ટેનર ચાલકને પોલીસ મથકે લઇ જવાયો હતો. અકસ્માતમાં કારના ફૂડચા ઉડી ગયા હતા. અકસ્માત અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.