ભરૂચ: (Bharuch) દહેજ પંથકમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી પરપ્રાંતિય યુવકે દુષ્કર્મ (Abused) આચરતા ગર્ભ રહ્યો હતો. હાલમાં જ બંને વચ્ચે તકરાર થતા યુવકે સગીરાને પેટમાં લાત મારતા ગર્ભપાત થઇ ગયો હતો. જેને લઈને પોલીસ મથકે યુવક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
- દહેજ પંથકમાં પ્રેમીએ સગીર સગર્ભા પ્રેમિકાને પેટમાં લાત મારતા ગર્ભપાત
- 17 વર્ષિય પ્રેમિકાએ પરપ્રાંતિય પ્રેમી સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો
ભરૂચ જિલ્લામાં દરિયાઈ પટ્ટી પર આવેલા દહેજ નજીક ૧૭ વર્ષિય સગીરાને નિશાંતકુમાર સાહેબ શર્મા (રહે., કટહરા, થાના.સુલતાનગંજ, જી.ભાગલપુર, બિહાર) સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. વર્ષ જૂન-૨૦૨૩થી પ્રેમના અંકૂરો ફૂટતા પ્રેમી શર્માએ લગ્ન કરવાના ઈરાદે પટાવી ફોસલાવી તેણી અવાર નવાર સાથે દુષ્કર્મ કર્યું હતું. જેને લઈને સગીરા ગર્ભવતી બની હતી. ક્યારેક બંને વચ્ચે કેટલીક બાબતોને લઈને અણબનાવ બનતો હતો. તા-૯મી જુલાઈ-૨૦૨૪ના રોજ બંને વચ્ચે તકરાર થતા પ્રેમી શર્માએ આવેગમાં આવી જઈ ગર્ભવતી સગીરાના પેટમાં લાત મારી દેતા અસહ્ય દુખાવો થતા તેણીને હોસ્પિટલમાં લઇ જતા જ ગર્ભપાત થઇ ગયો હતો. આ ઘટના બનતા સગીરાએ દહેજ પોલીસ મથકે ફરિયાદ આપતા પ્રેમી નિશાંતકુમાર સાહેબ શર્મા સામે દુષ્કર્મનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી હજુ ઝડપાયો ન હોવાથી પોલીસ તેને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.