ભરૂચ: (Bharuch) આમ આદમી પાર્ટીના (Aam Aadmi Parti) ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા (Manoj Sorathia) સુરત (Surat) ખાતેના ગણપતિના પંડાલમાં દર્શનાર્થે ગયા હતા. તે દરમિયાન ભાજપના (Bjp) કેટલાક લોકો દ્વારા તેમના પર જાન લેવા હિચકારો હુમલો (Attack) થયો હતો ! આ હુમલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટી ગુજરાતની સહયોગી પાર્ટી એવી અને આગામી વિધાનસભા ઇલેક્શનમાં જે બે પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે એવી ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપના કેટલાક ઈસમો દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી પર જાન લેવા હુમલાને વખોડી કાઢી રાજ્યપાલને પત્ર લખી રજૂઆત કરી હતી.
મનોજ સોરઠીયા પર ભાજપના કેટલાક લોકો દ્વારા જીવલેણ હુમલો કરાયો
રજૂઆતમાં ધારાસભ્ય મહેશભાઈએ આક્ષેપ કર્યો હતો કે, સુરત ખાતે ગણપતિના પંડાલ પર તેમના સહયોગી દળ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર ભાજપના કેટલાક લોકો દ્વારા જીવલેણ હુમલો કરાયો છે. જેથી મનોજ સોરઠીયા હોસ્પિટલમાં ગંભીર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકશાહી દેશમાં લોકોનો અવાજ બુલંદ કરવાનો ભારતના દરેક નાગરિકને સૈવિધાનિક હક છે. ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન હોવા છતાં સામાન્ય વર્ગ, વેપારી વર્ગ, ખેડૂત વર્ગ, નોકરિયાત વર્ગ, વિદ્યાર્થી વર્ગ, શિક્ષિત બેરોજગાર, ગરીબો, વંચિતો, શોષિતો બધા જ ત્રસ્ત છે.ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુરતના હોવા છતાં પણ સુરતમાં આવા ઈરાદાપૂર્વક પૂર્વ આયોજિત જાન લેવા હુમલા થાય તે ખરેખર અતિ નિદંનિય છે. ધારાસભ્ય મહેશ વસાવા એ ખાસ ભલામણ કરી છે કે આવા તત્વો સામે તત્કાલીક કાયદેસરની કાર્યવાહી થાય તે બંધારણના હિતમાં છે.
BTP-AAPના ગઠબંધન અંગે સ્પષ્ટતા નહીં
શિક્ષણ,બેરોજગાર જેવા મુખ્ય મુદ્દે રજુઆત કરવામાં આવી હતી .આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ભાજપ – કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બંને પાર્ટી સમજૂતી થી જ ચાલી રહ્યા છે.અત્યાર સુધી વિકલ્પ હતો નહિ પણ હવે આપ આવી જતા 27 વર્ષ ની ગંદકી હાથ નહિ પણ ઝાડુ થી સાફ થશે તેવો પણ વ્યંગ કર્યો હતો.આપ ની ઈમાનદાર સરકાર જનતાની સમસ્યા ના નિવારણ માટે ઈમાનદારી થી કામ કરશે દિલ્હી મોડેલ તેની પ્રતીતિ છે.બીટીપી સાથે ના ગઠબંધનબાબતે હજુ વાટાઘાટો ના તબક્કા મા હોવાનું કહી વધુ કઈ કહેવાનું ટાળ્યું હતું.આ કાર્યક્ર્મ દરમ્યાન રિક્ષા યુનિયન ના પ્રમુખ સહિત અન્ય કેટલાયે લોકો એ આપ નો ખેસ