બે મહિનાના લાંબા વિરામ બાદ સતત ત્રણ દિવસથી વરસાદે મહેર કરી છે. 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ વાલિયા તાલુકામાં 22 મિ.મી. વરસાદ પડતાં કપાસ પકવતા ખેડૂતોએ હાંસકારો અનુભવ્યો છે. હવામાન ખાતાએ આગામી 4 દિવસ માટે અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ભરૂચ જિલ્લામાં તમામ તાલુકામાં 24 કલાકે સાર્વત્રિક વરસાદ પડ્યો છે. બે મહિનાના લાંબા વિરામ બાદ પવિત્ર શ્રાવણ માસમાં મેઘરાજાની મહેર થઇ છે. 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં આમોદ તાલુકામાં 5 મિ.મી., અંકલેશ્વરમાં 6 મિ.મી.,ભરૂચ તાલુકામાં 4 મિ.મી., હાંસોટમાં 14 મિ.મી., જંબુસરમાં 3 મિ.મી., નેત્રંગમાં 3 મિ.મી., વાગરામાં 4 મિ.મી., વાલિયામાં 22 મિ.મી. અને ઝઘડિયામાં 2 મિ.મી. વરસાદ પડ્યો હતો. બલદેવા ડેમની સપાટી 135.10 મીટર છે. પીંગોટ ડેમની સપાટી 135.04 મીટર છે. જ્યારે ધોલી ડેમની સપાટી 132.50 મીટર છે.