સુરતના વેડ વિસ્તારમાં ફૂલવાડી પાસે આવેલા પુરાણા ભરીમાતાના મંદિરની મહિમા અપરંપાર છે. અસલ સુરતીલાલા આ માટે આ મંદિર આસ્થાનુ અંક તીર્થસ્થાન સમાનબની ગયુ છે એક એવી માન્યતા છે કે એકવાર કોઈ શ્રધ્ધાળુ ભક્ત આ મંદિરના દર્શને આવે છે. એના દર્શન માત્રથી એની બારેમાસ ભંડારી ભરપૂર રહે છે. એના જીવનમા ખાવાના ક્યારેય ખૂંટતા નથી. એ સદા સંતુપટીનો અનુભવ કહે છે. દિવાળી બેસતા વર્ષના નવા મહાપર્વથી કારતરી પૂનમ સુધી અહી બહુભારી ભીડ જોવા મળે છે. લાંબી લાંબી લાઈન લાગે છે. બહેનો ફૂલોથી શણગાર કરેલા પાણીથી ભરેલા કુંભને લઈને મંદિરની પ્રદક્ષિણા કરે છે. પ્રેમથી મુખમા ભરીમાતાના નામનું રટણ કરે છે.
એ કુંભની સરસ મજાની મહારાજ વિધિ કરાવે છે. મહારાજને દક્ષિણા આપીને ભક્તો પછી મંદિરમાં પ્રવેશ મેળવી બે હાથ જોડી ભરીમાતાના ચરણે સિર ઝુકાવી ભેટ મૂકીને ધરાધને દર્શન કરીને મહારાજ પાસેથી એક ગુપ્ત ભેટ બધી ફરી ભરીમાતાની આગળ બે હાથ જોડી મંદિરમાથી બહાર આવે છે. એ ગુપ્ત ભેટ ઘરના કબાટમાં રાખવાથી તમારા ઘરમાં સદા બરકત રહે છે. અહી એક મહત્વની વાત એવી છે કે મંદિરની બહાર મૂકેલા બાંકડા પર બેસીને ભક્તો ધરેથી લાવેલો નાસ્તો ખાયને મંદિરની આસપાસ ગરીબ કરતા ભિક્ષકોને પ્રેમથી પૈસા આપીને પછી મંદિરના માતાજીના દૂરથી દર્શન કરીને ધરે આવે છે. અનુભવની વાત છે કે ભરીમાતા ભક્તોની ભંડારી સદા ભરપૂર રાખે છે. જય ભરીપુરી માતા અમારા પર તમારી સદા મહેર રાખજો.
ગોપીપુરા, સુરત.જગદીશ પાનવાલા