આમ તો જીવનરૂપી ભવસાગરમાં ભજન અને ભોજન બંનેની જરૂરિયાત છે, અને અનિવાર્યતા પણ છે, ભજન એ મન અને આત્માનો ખોરાક છે, જયારે ભોજન એ શરીરનો ખોરાક છે. આજના ભાગ-દૌડના જમાનામાં લોકો કામ ધંધો વ્યવસાયમાં પરોવાયેલા રહે છે એટલે પ્રભુ સ્મરણ કે ભજન કિર્તન કરવાનો સમય મળતો નથી.
પરંતુ સવાર સાંજ કે રાત્રે ભુખ લાગે એટલે દરેકને ભોજન લેવું પડે, કહેવાય છે જેવો આહાર તેવા વિચાર આવે, શુધ્ધ શાકાહારી ભોજન લેનારના આચાર વિચાર પવિત્ર પાવન હોય છે, મન પ્રફુલ્લીત તાજગીમય રહે છે જયારે માંસાહારી આઇટમોનું સેવન કરનારા તામસી ક્રોધી સ્વભાવના હોય છે, ભોગ વિલાસ તરફ જતા કામાંધ પ્રકૃતિના બની જાય છે. આથી જીવનને પાવન પવિત્ર બનાવવા માટે સવાર સાંજ પ્રભુ પ્રાર્થના કરીને ઇષ્ટદેવનું પૂજન કરીને ભોજન લેવું જોઇએ. આ જિંદગીમાં ભજન ભોજન બંનેની અનિવાર્યતા રહેલી છે.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.