National

‘ભાઈ દિલ સે બુરા લગતા હૈ’ ના વીડિયોથી ફેમસ થયેલા દેવરાજ પટેલનું રોડ એક્સિડન્ટમાં મોત

છત્તીસગઢ : ‘ભાઈ દિલ સે બુરા લગતા હૈ’ (Bhai dil se bura lagta hai)ના વીડિયોથી ફેમસ થયેલા કોમેડિયન (Comedian) દેવરાજ પટેલનું (Devraj Patel) આજ રોજ રોડ અકસ્માતમાં (Accident) મૃત્યું થયું છે. કોમેડિયન દેવરાજ પટેલ અને તેનો મિત્ર વિડીયો શૂટ કરવા માટે ઘરેથી બાઈક પર નીકળ્યા હતા. તે સમયે એક પુરપાટ ઝડપે ચાલતી ટ્રકે તેમની બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કરમાં દેવરાજનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેના મિત્રને ઈજા થતા સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો. દેવરાજ પટેલના મૃત્યુના સમાચાર મીડિયામાં આવતાની સાથે જ તેમને ઓળખનારાઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ વચ્ચે કોમેડિયન દેવરાજ પટેલના નિધન પર છત્તીસગઢના (Chhattisgarh) સીએમ ભૂપેશ બઘેલે (CM Bhupesh Baghele) પણ શોક વ્યક્ત કર્યો.

કોમેડિયનના નિધનની ખબર પડતા છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે ટ્વીટ કર્યું
કોમેડિયન દેવરાજ પટેલના નિધનના સમાચાર સાંભળતા છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે એક ટ્વીટ કર્યું હતું. સીએમ ભૂપેશ બઘેલે પોતાના ટ્વિટના કેપ્શનમાં લખ્યું હતું કે ‘ભાઈ દિલ સે બુરા લગતા હૈ’ ના વીડિયોથી ફેમસ થઈ કરોડો લોકોમાં પોતાનું સ્થાન બનાવનાર અને આપણને બધાને હસાવનાર દેવરાજ પટેલ આજે આપણને છોડીને ચાલ્યા ગયા છે. આટલી નાની ઉંમરમાં આવા અદ્ભુત પ્રતિભાવાળા વ્યક્તિની ખોટ ખૂબ જ ઉદાસી ભરી છે. ભગવાન તેમના પરિવાર અને પ્રિયજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે સીએમ ભૂપેશ બઘેલે એક વીડિયો પણ શેર કર્યો હતો.

વીડિયો બનાવવા માટે દેવરાજ પટેલ ધરેથી નીકળ્યો હતો
દેવરાજ પટેલ મુળ મહાસમુંદ જિલ્લાનો રહેવાસી હતો. દેવરાજ પટેલનો આખો પરિવાર ગામમાં રહે છે. ત્યાં ગામમા દેવરાજના પિતા ખેતી કરે છે. જોકે દેવરાજ પટેલ વીડિયો બનાવવાના સંબંધમાં રાયપુરમાં રહેતો હતો. તે સોમવારે કોમેડિય દેવરાજ સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવવા નીકળી હતો. દેવરાજ અને તેનો એક મિત્ર બાઇક પર સવાર હતા. તે સમયે તેલીબંધ પોલીસ સ્ટેશન વિસ્તારના લભંડી પાસે એક પુરપાટ ઝડપે ચાલતી ટ્રકે દેવરાજની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ જોરદાર ટક્કરમાં દેવરાજનો મિત્ર ઘાયલ થયો હતો. જ્યારે દેવરાજનું ઘટના સ્થળે જ મોત થયું હતું. દેવરાજનો મિત્ર ઘાયલ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

Most Popular

To Top