ગુજરાત સરકારનો અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતા સામેલ કરવાનો વિચાર: આવકાર્ય નિર્ણય

ગુજરાત સરકાર આગામી શૈક્ષણિક વર્ષથી ધો. ૬ થી ૧૨ માં ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં શામેલ કરવા જઈ રહી છે. આ એક આવકાર્ય બાબત છે. સામાન્ય રીતે હિંદુ ધર્મમાં કોઈ વ્યકિત મૃત્યુ પામે ત્યારે તેની પાછળ આપણે સાંભળીએ છીએ કે ‘ગીતાજી બેસાડેલાં છે. પરંતુ ભગવદ્ ગીતા મૃત્યુ પછી વાંચીએ એના કરતાં જીવતેજીવત જ વાંચી એનો સાર તત્ત્વ ગ્રહણ કરીએ તો એનાથી રૂડું બીજું શું! અને મૂળ તે સંસ્કૃત ભાષામાં છે. એના શ્લોકો ગોખવા કરતાં શ્લોકોનો અર્થ સમજાય તો ય ઘણું છે. મુખ્ય બાબત એના શ્લોકોના સમજણની છે. “We live in deads , not in years” દરેક મનુષ્ય ને જીવે ત્યાં સુધી કર્મ તો કરવાનું જ છે, કર્મ એ જ જીવન’. મનની પ્રસન્નતા વગર થયેલું કર્મ વેઠ બની જાય છે અને કર્મમાં ભક્તિ ભળે તો એને યોગની કક્ષાએ મૂકી શકાય. કશું જ કર્યા વગર બેસી રહેવું એ દુનિયાનું અઘરામાં અઘરું કામ છે. બીજું કે આ ધર્મ ગ્રંથમાં કયાંય પણ હિન્દુ શબ્દ લખેલો જોવા નહીં મળે. જે વાંચે તે સૌને માટે છે. શિક્ષણમાં આજે જયારે મૂલ્યલક્ષી શિક્ષણની વાત આવે છે ત્યારે તે કારગત નીવડશે. અહીં આધ્યાત્મિક જ્ઞાન અને વ્યાવહારિક જ્ઞાનનો સુભગ સમન્વય છે.
સુરત     – વૈશાલી જી. શાહ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top