બાળકોના યોગ્ય સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણ થકી જ આપણે ઉન્નત ગુજરાતનું નિર્માણ કરી શકીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તમ બનાવેલા ગુજરાતને સર્વોત્તમ બનાવી શકીશું, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
પીએમ મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે ભાજપા ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા અને કાસુન્દ્રા – ધોળકા રોડ પર આવેલી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાના બાળકો- ભૂલકાઓની હાર્ટ સર્જરી માટે કોઇ રાજકીય પક્ષ કે સંગઠન દ્વારા રૂપિયા પચ્ચીસ લાખની માતબર રકમ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી હોય .
તેવી આ વિરલ અને ઐતિહાસિક ઘટના છે. પીએમ મોદીના ૭૧માં જન્મદિવસે ભાજપા પ્રદેશ બક્ષીપંચ મોરચાએ જનસેવાનું અનોખું કાર્ય કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ કહ્યું કે, બાળકો આપણા દેશનું ભવિષ્ય છે, તેમનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સારી હોય તે દેશના ઉજ્વળ ભવિષ્ય માટે જરૂરી છે. ૭૧ બાળકોની હૃદયની બિમારી દુર કરવાનો પ્રદેશ બક્ષીપંચ મોરચાનો આ ભગીરથ પ્રયાસ કાબીલે દાદ છે.