હું કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસીએશનનો સભ્ય છું અને ચિન્નાસ્વામી સ્ટેડિયમવાળા રોડ પર જ રહું છું. આમ છતાં, જ્યારે ગયા અઠવાડિયે ત્યાં આ વર્ષની ઇન્ડિયન પ્રીમિયર લીગની ઓપનિંગ ગેમ રમાઈ રહી હતી ત્યારે હું ઘરે હતો; ટેલિવિઝન પર મેચ જોવાને બદલે હું ક્રિકેટ પર તાજેતરમાં પ્રકાશિત થયેલું એક પુસ્તક વાંચી રહ્યો હતો. જો કે, તે આઈપીએલ દ્વારા પ્રમોટ કરવામાં આવતા ક્રિકેટ કરતાં તદ્દન અલગ પ્રકારના ક્રિકેટ વિશે હતું. એ પુસ્તક હતું સ્કાઇલ્ડ બેરીનું ‘500 ડિક્લરેડ: ધ જોયસ ઓફ કવરિંગ 500 ક્રિકેટ ટેસ્ટ્સ’.
500 ટેસ્ટ મેચ જોનાર પ્રથમ વ્યક્તિ મહાન રિચી બેનો હતા, જેમાંથી 63 મેચ એક ખેલાડી તરીકે અને બાકીની પત્રકાર અને કોમેન્ટેટર તરીકે જોઈ હતી. સ્કાઇલ્ડ બેરી બીજા ક્રમે હતા અને ‘ઓબ્ઝર્વર’, ‘સન્ડે કોરેસ્પોન્ડન્ટ’, ‘ઇન્ડિપેન્ડન્ટ ઓન સન્ડે’, ‘સન્ડે ટેલિગ્રાફ’ અને ‘ડેઇલી ટેલિગ્રાફ’ માટે કામ કરતાં રહીને 500 ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચોને લાઇવ કવર કરનાર પ્રથમ વ્યક્તિ પણ હતા. તેમનું પુસ્તક દાયકાઓ દરમિયાન સહજતાથી આગળ વધે છે, જૂન 1973માં ટ્રેન્ટ બ્રિજ ખાતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડથી લઈને ઓક્ટોબર 2024માં રાવલપિંડીમાં ઇંગ્લેન્ડના પ્રવાસ સુધી.
આ સફર દરમિયાન તેઓ વાચકને શાનદાર સ્પેલ અને મેચ-વિનિંગ ઇનિંગ્સના જ્ઞાનવર્ધક ટૂંકા પ્રસંગો, સમૃદ્ધ વૈવિધ્યસભર ભીડ અને તેથી વધુ વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સ પ્રદાન કરે છે. તેઓ ક્રિકેટ કરતાં પણ ઘણું વધારે નોંધે છે, જેમ કે તેઓ લખે છે: ‘હું બંગાળને ઇટાલી સાથે સરખાવું છું: સ્વભાવ, ખોરાક પ્રત્યેનો પ્રેમ, સાહિત્યિક સંસ્કૃતિ, જ્યાં ટાગોરનું કદ દાંતે જેવું જ છે, પરંતુ તે થોડા વધુ તાજેતરના છે’.
બેરી જ્યારે કેમ્બ્રિજમાં અન્ડરગ્રેજ્યુએટ હતા ત્યારે જ પહેલી વાર પ્રેસ બોક્સમાં પ્રવેશ્યા હતા. તેઓ 1970ના દાયકાના અંગ્રેજી ક્રિકેટ પત્રકારત્વના દિગ્ગજોનાં સચોટ ચિત્રો આપે છે: ગાર્ડિયનના જોન આર્લોટ, ટાઈમ્સના જોન વૂડકોક અને ડેઈલી ટેલિગ્રાફના ઈ. ડબલ્યુ. સ્વાનટન, જેમાં અહંકારી સ્વાનટન દેખીતી રીતે સૌથી ખરાબ સાબિત થાય છે. જેમ જેમ કથા આગળ વધે છે તેમ તેમ તેઓ સમજદારીપૂર્વક-અથવા સાવચેતીપૂર્વક તેમની પોતાની પેઢીના ક્રિકેટ લેખકોનું તુલનાત્મક મૂલ્યાંકન આપતા નથી.
તેના બદલે, તેઓ રમત અને ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે આપણને (અન્ય લોકોની સાથે) ઇયાન ચેપલ, જેફ્રી બોયકોટ, ડેવિડ ગોવર અને કેવિન પીટરસનના ખેલાડી અને માણસ તરીકેનાં તીક્ષ્ણ રેખાચિત્રો આપે છે. સમગ્ર પુસ્તકમાં બેરી સ્પોર્ટિંગ ટેક્નિક અને વર્ષોથી તેમાં કેવી રીતે ફેરફાર થયો છે તેની ઊંડી સમજ પ્રદર્શિત કરે છે. એક પ્રભાવશાળી ફકરામાં તેઓ હેલ્મેટનાં અણધાર્યાં પરિણામો તરફ આપણું ધ્યાન દોરે છે.
શરૂઆતમાં બેટ્સમેનોને આક્રમક ફાસ્ટ બોલિંગનો સામનો કરવા માટે રજૂ કરાયેલ હેલ્મેટ, તેઓ એવી દલીલ કરે છે કે, સ્પિન સામે વધુ મદદરૂપ સાબિત થયા છે, જે બેટરોને એવા બોલને સ્વીપ કરવાની મંજૂરી આપે છે જેને તેઓ અન્યથા વધુ પરંપરાગત રીતે રમ્યા હોત. બેરી લખે છે કે, હેલ્મેટ અસ્તિત્વમાં આવ્યા તે પહેલાં ‘મોઢાના દાંતમાં ટોપ એજ વાગવાનો ડર જ બેટ્સમેનોને એવા બોલને સ્વીપ કરતા અટકાવતો હતો જે લેગ સાઇડ તરફ નહોતા જઈ રહ્યા’. પરંતુ જ્યારે ગ્રિલ અને વિઝરવાળા હેલ્મેટ આવ્યા, ત્યારે તેઓ નિર્ભયપણે સ્ટમ્પ પરના ગુડ-લેન્થ બોલને સ્વીપ, રિવર્સ-સ્વીપ, રેમ્પ અને રિવર્સ-રેમ્પ કરવા લાગ્યા.
મુસ્તાક મોહમ્મદના ટેસ્ટ સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર હોવાના દરજ્જા પર બેરી અવલોકન કરે છે: ‘મારું અનુમાન છે કે મુસ્તાકે ભારતીય બંદર જુનાગઢ છોડી પાકિસ્તાન જવા માટે વિભાજનની અરાજકતામાં બે-એક વર્ષ ઘટાડી દીધાં હશે જે જુનિયર અથવા વય-જૂથ સ્તરના ક્રિકેટર માટે તમામ ફાયદાઓ સાથે છે, એવા ફાયદા જે આવા સંજોગોમાં શરણાર્થીને મળવાપાત્ર છે.’
સ્કાઇલ્ડ બેરીએ દરેક ટેસ્ટ રમનારા દેશમાં સમય વિતાવ્યો છે. તેમણે પ્રથમ વખત 1977માં પાકિસ્તાન અને 1980માં ભારતની મુલાકાત લીધી હતી અને ત્યાર પછી તેઓ અવારનવાર ઉપખંડમાં આવ્યા છે. તેઓ બંને દેશો વચ્ચે એક રસપ્રદ રાજકીય તુલના પ્રદાન કરે છે. તેઓ લખે છે તેમ: ‘ભારતનું નિયંત્રણ મેળવ્યા પછી જવાહરલાલ નેહરુએ મોટા જમીનદારોની કમર તોડી નાખી હતી જેથી તેઓ રાજકારણ પર પ્રભુત્વ ન જમાવે.
તેમણે સૈન્યને બેરેકમાં મોકલી દીધું, જેમને પેન્શનથી સંતુષ્ટ કરવામાં આવ્યા અને તેમણે મુખ્ય શહેરોમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બનાવવા માટે અમેરિકન સહાયનો ઉપયોગ કર્યો, જે શિક્ષણના એવા સ્રોત બન્યા કે જેના બદલામાં સિલિકોન વેલીમાં બહુમતી સીઈઓ પેદા થયા છે. પાકિસ્તાને આમાંના કોઈ સુધારા કર્યા નથી (મહમ્મદ અલી ઝીણા, દેશના પ્રથમ નેતા, ખૂબ બીમાર હતા, ભલે તેઓ ઈચ્છતા હોત તો પણ). અમેરિકનોએ તેના બદલે પાકિસ્તાનમાં એર બેઝ બનાવ્યા અને દેશનો ઉપયોગ ભારત, રશિયા અને ચીન વિરુદ્ધ સાથી તરીકે કર્યો.’
બેરી પાકિસ્તાન પ્રત્યે વિશેષ લગાવ હોવાનું સ્વીકારે છે. કારણ કે, ક્રિકેટ સંવાદદાતા (રિપોર્ટર) તરીકે તે તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ હતો. તેમ છતાં, ત્યાંની અનેક મુલાકાતો પછી તેઓ એવા તારણ પર આવે છે કે, ‘તે દેશ વ્યક્તિગત વિકાસ અને ખાનગી સાહસિકતાને અવરોધે છે. જો તમે દેશ છોડીને બહાર ન જાઓ, તો સેના તમને પોતાના નિયંત્રણમાં રાખશે: જો તમે તેમની વાત નહીં માનો, તો તમારા પરિવારને અદૃશ્ય થતાં જુઓ. તે એક એવો નિરસ સમાજ છે જ્યાં પુરુષો પુરુષો સાથે અને સ્ત્રીઓ સ્ત્રીઓ સાથે સમય વિતાવે છે અને ત્યાં વિચારો કે સંસ્કૃતિનું પરસ્પર આદાનપ્રદાન થતું નથી.’’(હું નથી માનતો કે સ્કાઇલ્ડ બેરીએ છેલ્લા દાયકામાં ભારતની ફરી મુલાકાત લીધી હોય. જો તેઓ અહીં આવે, તો તેમને કદાચ લાગે કે ભારત કેટલાંક ઓછાં સન્માનજનક પાસાંઓમાં પાકિસ્તાનની નજીક આવ્યું છે.) કે ક્રિકેટના ભૌગોલિક પ્રસાર પ્રત્યે યોગ્ય આદર હોવા છતાં, ‘500 ડિક્લરેડ’માં ઇંગ્લેન્ડની એશિઝ જીત પર અનિવાર્ય પણ કદાચ સમજી શકાય તેવો ભાર છે અને ખાસ કરીને વર્ષ 1981 પર. મને એમ પણ લાગ્યું કે લેખકના પોતાનાં ક્રિકેટ પરાક્રમો વિશે થોડું વધારે પડતું હતું, જેમ કે પ્રેસ ઇલેવન અને સેવા આપતા પણ મોટે ભાગે નિવૃત્ત ખેલાડીઓની ટીમ વચ્ચેની પીક-અપ મેચમાં કોઈ ટેસ્ટ ખેલાડીને આઉટ કરવો. તેમ છતાં, લેખકના ભ્રમણ કરતાં ક્રિકેટ સંવાદદાતા તરીકેના સમૃદ્ધ અને અપ્રતિમ અનુભવ અને રમતગમતની બહારનાં તેમનાં વ્યાપક હિતોને કારણે આ એક અત્યંત વાંચવાલાયક પુસ્તક છે.
જ્યારે હું સ્કાઇલ્ડ બેરીના પુસ્તકના અંત સુધી પહોંચ્યો, ત્યારે મને આશ્ચર્ય થયું: શું બીસીસીઆઈની ‘મંજૂર’ કોમેન્ટેટર્સની પેનલમાં કોઈ પણ વ્યક્તિએ કવર કરેલી 500 કે 50 ટી 20 મેચો પર આટલું રસપ્રદ પુસ્તક લખી શકે? અને શું આવું પુસ્તક-જેમાં ક્રિકેટના જ્ઞાનના સુપ્રસિદ્ધ સ્રોત જય શાહની પ્રસ્તાવના હોય-તેને ઘણાં કદરદાન વાચકો મળશે? બંને પ્રશ્નોનો જવાબ ચોક્કસપણે ના જ હોવો જોઈએ. રમતનું ટૂંકું ફોર્મેટ સૌથી નબળું પણ છે-ટૂંકી બાઉન્ડ્રી, સપાટ પિચ અને બોલરો માટે ચાર ઓવરની મર્યાદા બેટિંગને બોલિંગ કરતાં વધુ પક્ષપાત કરે છે.
એક કારણ છે કે બે ઇનિંગ્સ અને પાંચ દિવસની મેચોને ટેસ્ટ ક્રિકેટ કહેવામાં આવે છે. કારણ કે, તે બેટર અને બોલર બંનેને તેમની પ્રતિભા અને ક્ષમતાઓની સંપૂર્ણ શ્રેણી પ્રદર્શિત કરવાની મંજૂરી આપે છે, જ્યારે પિચો અને આબોહવાની પરિવર્તનશીલતા એવા પડકારો ઊભા કરે છે જે ટી 20 અને વન ડે ક્રિકેટમાં પણ ગેરહાજર હોય છે. ટી 20 ખેલાડી સફળ થવા કરતાં ટેસ્ટ ખેલાડી સફળ થવો ઘણો મુશ્કેલ છે. ખરેખર, તાજેતરના ટી 20 વર્લ્ડ કપની ફાઈનલમાં રમનારી ભારતીય પ્લેઈંગ ઈલેવનમાંથી માત્ર એક જ વ્યક્તિ-મહાન જસપ્રિત બુમરાહ-ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી શકે.
‘500 ડિક્લરેડ’એ મેં પોતે જોયેલી ટેસ્ટ મેચો તેમજ રેડિયો કે ટેલિવિઝન પર જે ટેસ્ટ મેચોને મેં ફોલો કરી છે તેની ઘણી યાદો તાજી કરી. જ્યારે સ્કાઇલ્ડ બેરીએ ટ્રેન્ટ બ્રિજ ખાતે તેમની પ્રથમ ટેસ્ટ લાઇવ જોઈ ત્યારે તેઓ 19 વર્ષના હતા. હું 15 વર્ષનો હતો, જે દહેરાદૂનમાં મારા પરિવારના ફિલિપ્સ રેડિયો પર એ જ મેચ સાંભળી રહ્યો હતો. જીતવા માટે 479 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યા પછી, ન્યુઝીલેન્ડે વહેલી તકે તેમના સ્ટાર બેટ્સમેન ગ્લેન ટર્નરને ગુમાવ્યા હતા, પરંતુ તે પછી તેમના કેપ્ટન બેવન કોંગડોને તેમના જીવનની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી.
વિક પોલાર્ડ સાથે પાંચમી ઇનિંગ્સની મક્કમ ભાગીદારી દ્વારા રમતને જીવંત રાખી હતી. બંને વ્યક્તિઓએ સદી ફટકારી હતી, કોંગડોને મોટે ભાગે ઓફ-સાઇડ પર ઓર્થોડોક્સ સ્ટ્રોક દ્વારા અને પોલાર્ડે લેગ તરફ ફટકા મારીને. કોંગડોન તેના સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર પર આઉટ થયા પછી ડેશિંગ વિકેટકીપર-બેટ્સમેન કેન વેડ્સવર્થે પોલાર્ડને લાંબો સમય સાથ આપ્યો. અંતે બંને આઉટ થઈ ગયા અને બહાદુર ન્યુઝીલેન્ડર્સ 38 રને હારી ગયા. સામે પક્ષે હીરો સીમ બોલર જ્યોફ્રી આર્નોલ્ડ હતા, જેમના આંકડા-53-15-131-5-તેમની મક્કમતા અને ખંતની પોતાની ગાથા કહે છે.
તેપ્પન વર્ષ પછી હું હજી પણ બીબીસીના ટેસ્ટ મેચ સ્પેશિયલ પર કોમેન્ટેટર્સ દ્વારા મારા સુધી પહોંચાડવામાં આવેલા ન્યુઝીલેન્ડના રોમાંચક ચોથી ઇનિંગના રન ચેઝની મુખ્ય વિગતો યાદ કરી શકું છું. બીજી તરફ, મને આશ્ચર્ય થાય છે કે જેમણે ગયા અઠવાડિયે સીઝનની પ્રથમ આઈપીએલ મેચ જોઈ હતી તેઓને હવેથી એક વર્ષ પછી અથવા એક મહિના પછી પણ તે વિશે કશું યાદ રહેશે, જ્યારે બેંગલુરુની આ શરૂઆત ટોપ-એજ સિક્સ અને ઘોંઘાટિયા ચિયરિંગ દ્વારા ચિહ્નિત થયેલી અન્ય મેચોમાં ખોવાઈ જશે. આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હું કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસીએશનનો સભ્ય છું અને ચિન્નાસ્વામી સ્ટેડિયમવાળા રોડ પર જ રહું છું. આમ છતાં, જ્યારે ગયા અઠવાડિયે ત્યાં આ વર્ષની ઇન્ડિયન પ્રીમિયર લીગની ઓપનિંગ ગેમ રમાઈ રહી હતી ત્યારે હું ઘરે હતો; ટેલિવિઝન પર મેચ જોવાને બદલે હું ક્રિકેટ પર તાજેતરમાં પ્રકાશિત થયેલું એક પુસ્તક વાંચી રહ્યો હતો. જો કે, તે આઈપીએલ દ્વારા પ્રમોટ કરવામાં આવતા ક્રિકેટ કરતાં તદ્દન અલગ પ્રકારના ક્રિકેટ વિશે હતું. એ પુસ્તક હતું સ્કાઇલ્ડ બેરીનું ‘500 ડિક્લરેડ: ધ જોયસ ઓફ કવરિંગ 500 ક્રિકેટ ટેસ્ટ્સ’.
500 ટેસ્ટ મેચ જોનાર પ્રથમ વ્યક્તિ મહાન રિચી બેનો હતા, જેમાંથી 63 મેચ એક ખેલાડી તરીકે અને બાકીની પત્રકાર અને કોમેન્ટેટર તરીકે જોઈ હતી. સ્કાઇલ્ડ બેરી બીજા ક્રમે હતા અને ‘ઓબ્ઝર્વર’, ‘સન્ડે કોરેસ્પોન્ડન્ટ’, ‘ઇન્ડિપેન્ડન્ટ ઓન સન્ડે’, ‘સન્ડે ટેલિગ્રાફ’ અને ‘ડેઇલી ટેલિગ્રાફ’ માટે કામ કરતાં રહીને 500 ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચોને લાઇવ કવર કરનાર પ્રથમ વ્યક્તિ પણ હતા. તેમનું પુસ્તક દાયકાઓ દરમિયાન સહજતાથી આગળ વધે છે, જૂન 1973માં ટ્રેન્ટ બ્રિજ ખાતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડથી લઈને ઓક્ટોબર 2024માં રાવલપિંડીમાં ઇંગ્લેન્ડના પ્રવાસ સુધી.
આ સફર દરમિયાન તેઓ વાચકને શાનદાર સ્પેલ અને મેચ-વિનિંગ ઇનિંગ્સના જ્ઞાનવર્ધક ટૂંકા પ્રસંગો, સમૃદ્ધ વૈવિધ્યસભર ભીડ અને તેથી વધુ વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સ પ્રદાન કરે છે. તેઓ ક્રિકેટ કરતાં પણ ઘણું વધારે નોંધે છે, જેમ કે તેઓ લખે છે: ‘હું બંગાળને ઇટાલી સાથે સરખાવું છું: સ્વભાવ, ખોરાક પ્રત્યેનો પ્રેમ, સાહિત્યિક સંસ્કૃતિ, જ્યાં ટાગોરનું કદ દાંતે જેવું જ છે, પરંતુ તે થોડા વધુ તાજેતરના છે’.
બેરી જ્યારે કેમ્બ્રિજમાં અન્ડરગ્રેજ્યુએટ હતા ત્યારે જ પહેલી વાર પ્રેસ બોક્સમાં પ્રવેશ્યા હતા. તેઓ 1970ના દાયકાના અંગ્રેજી ક્રિકેટ પત્રકારત્વના દિગ્ગજોનાં સચોટ ચિત્રો આપે છે: ગાર્ડિયનના જોન આર્લોટ, ટાઈમ્સના જોન વૂડકોક અને ડેઈલી ટેલિગ્રાફના ઈ. ડબલ્યુ. સ્વાનટન, જેમાં અહંકારી સ્વાનટન દેખીતી રીતે સૌથી ખરાબ સાબિત થાય છે. જેમ જેમ કથા આગળ વધે છે તેમ તેમ તેઓ સમજદારીપૂર્વક-અથવા સાવચેતીપૂર્વક તેમની પોતાની પેઢીના ક્રિકેટ લેખકોનું તુલનાત્મક મૂલ્યાંકન આપતા નથી.
તેના બદલે, તેઓ રમત અને ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે આપણને (અન્ય લોકોની સાથે) ઇયાન ચેપલ, જેફ્રી બોયકોટ, ડેવિડ ગોવર અને કેવિન પીટરસનના ખેલાડી અને માણસ તરીકેનાં તીક્ષ્ણ રેખાચિત્રો આપે છે.
સમગ્ર પુસ્તકમાં બેરી સ્પોર્ટિંગ ટેક્નિક અને વર્ષોથી તેમાં કેવી રીતે ફેરફાર થયો છે તેની ઊંડી સમજ પ્રદર્શિત કરે છે. એક પ્રભાવશાળી ફકરામાં તેઓ હેલ્મેટનાં અણધાર્યાં પરિણામો તરફ આપણું ધ્યાન દોરે છે.
શરૂઆતમાં બેટ્સમેનોને આક્રમક ફાસ્ટ બોલિંગનો સામનો કરવા માટે રજૂ કરાયેલ હેલ્મેટ, તેઓ એવી દલીલ કરે છે કે, સ્પિન સામે વધુ મદદરૂપ સાબિત થયા છે, જે બેટરોને એવા બોલને સ્વીપ કરવાની મંજૂરી આપે છે જેને તેઓ અન્યથા વધુ પરંપરાગત રીતે રમ્યા હોત. બેરી લખે છે કે, હેલ્મેટ અસ્તિત્વમાં આવ્યા તે પહેલાં ‘મોઢાના દાંતમાં ટોપ એજ વાગવાનો ડર જ બેટ્સમેનોને એવા બોલને સ્વીપ કરતા અટકાવતો હતો જે લેગ સાઇડ તરફ નહોતા જઈ રહ્યા’. પરંતુ જ્યારે ગ્રિલ અને વિઝરવાળા હેલ્મેટ આવ્યા, ત્યારે તેઓ નિર્ભયપણે સ્ટમ્પ પરના ગુડ-લેન્થ બોલને સ્વીપ, રિવર્સ-સ્વીપ, રેમ્પ અને રિવર્સ-રેમ્પ કરવા લાગ્યા.
મુસ્તાક મોહમ્મદના ટેસ્ટ સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર હોવાના દરજ્જા પર બેરી અવલોકન કરે છે: ‘મારું અનુમાન છે કે મુસ્તાકે ભારતીય બંદર જુનાગઢ છોડી પાકિસ્તાન જવા માટે વિભાજનની અરાજકતામાં બે-એક વર્ષ ઘટાડી દીધાં હશે જે જુનિયર અથવા વય-જૂથ સ્તરના ક્રિકેટર માટે તમામ ફાયદાઓ સાથે છે, એવા ફાયદા જે આવા સંજોગોમાં શરણાર્થીને મળવાપાત્ર છે.’
સ્કાઇલ્ડ બેરીએ દરેક ટેસ્ટ રમનારા દેશમાં સમય વિતાવ્યો છે. તેમણે પ્રથમ વખત 1977માં પાકિસ્તાન અને 1980માં ભારતની મુલાકાત લીધી હતી અને ત્યાર પછી તેઓ અવારનવાર ઉપખંડમાં આવ્યા છે. તેઓ બંને દેશો વચ્ચે એક રસપ્રદ રાજકીય તુલના પ્રદાન કરે છે. તેઓ લખે છે તેમ: ‘ભારતનું નિયંત્રણ મેળવ્યા પછી જવાહરલાલ નેહરુએ મોટા જમીનદારોની કમર તોડી નાખી હતી જેથી તેઓ રાજકારણ પર પ્રભુત્વ ન જમાવે.
તેમણે સૈન્યને બેરેકમાં મોકલી દીધું, જેમને પેન્શનથી સંતુષ્ટ કરવામાં આવ્યા અને તેમણે મુખ્ય શહેરોમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બનાવવા માટે અમેરિકન સહાયનો ઉપયોગ કર્યો, જે શિક્ષણના એવા સ્રોત બન્યા કે જેના બદલામાં સિલિકોન વેલીમાં બહુમતી સીઈઓ પેદા થયા છે. પાકિસ્તાને આમાંના કોઈ સુધારા કર્યા નથી (મહમ્મદ અલી ઝીણા, દેશના પ્રથમ નેતા, ખૂબ બીમાર હતા, ભલે તેઓ ઈચ્છતા હોત તો પણ). અમેરિકનોએ તેના બદલે પાકિસ્તાનમાં એર બેઝ બનાવ્યા અને દેશનો ઉપયોગ ભારત, રશિયા અને ચીન વિરુદ્ધ સાથી તરીકે કર્યો.’
બેરી પાકિસ્તાન પ્રત્યે વિશેષ લગાવ હોવાનું સ્વીકારે છે. કારણ કે, ક્રિકેટ સંવાદદાતા (રિપોર્ટર) તરીકે તે તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ હતો. તેમ છતાં, ત્યાંની અનેક મુલાકાતો પછી તેઓ એવા તારણ પર આવે છે કે, ‘તે દેશ વ્યક્તિગત વિકાસ અને ખાનગી સાહસિકતાને અવરોધે છે. જો તમે દેશ છોડીને બહાર ન જાઓ, તો સેના તમને પોતાના નિયંત્રણમાં રાખશે: જો તમે તેમની વાત નહીં માનો, તો તમારા પરિવારને અદૃશ્ય થતાં જુઓ. તે એક એવો નિરસ સમાજ છે જ્યાં પુરુષો પુરુષો સાથે અને સ્ત્રીઓ સ્ત્રીઓ સાથે સમય વિતાવે છે અને ત્યાં વિચારો કે સંસ્કૃતિનું પરસ્પર આદાનપ્રદાન થતું નથી.’’(હું નથી માનતો કે સ્કાઇલ્ડ બેરીએ છેલ્લા દાયકામાં ભારતની ફરી મુલાકાત લીધી હોય. જો તેઓ અહીં આવે, તો તેમને કદાચ લાગે કે ભારત કેટલાંક ઓછાં સન્માનજનક પાસાંઓમાં પાકિસ્તાનની નજીક આવ્યું છે.) કે ક્રિકેટના ભૌગોલિક પ્રસાર પ્રત્યે યોગ્ય આદર હોવા છતાં, ‘500 ડિક્લરેડ’માં ઇંગ્લેન્ડની એશિઝ જીત પર અનિવાર્ય પણ કદાચ સમજી શકાય તેવો ભાર છે અને ખાસ કરીને વર્ષ 1981 પર. મને એમ પણ લાગ્યું કે લેખકના પોતાનાં ક્રિકેટ પરાક્રમો વિશે થોડું વધારે પડતું હતું, જેમ કે પ્રેસ ઇલેવન અને સેવા આપતા પણ મોટે ભાગે નિવૃત્ત ખેલાડીઓની ટીમ વચ્ચેની પીક-અપ મેચમાં કોઈ ટેસ્ટ ખેલાડીને આઉટ કરવો. તેમ છતાં, લેખકના ભ્રમણ કરતાં ક્રિકેટ સંવાદદાતા તરીકેના સમૃદ્ધ અને અપ્રતિમ અનુભવ અને રમતગમતની બહારનાં તેમનાં વ્યાપક હિતોને કારણે આ એક અત્યંત વાંચવાલાયક પુસ્તક છે.
જ્યારે હું સ્કાઇલ્ડ બેરીના પુસ્તકના અંત સુધી પહોંચ્યો, ત્યારે મને આશ્ચર્ય થયું: શું બીસીસીઆઈની ‘મંજૂર’ કોમેન્ટેટર્સની પેનલમાં કોઈ પણ વ્યક્તિએ કવર કરેલી 500 કે 50 ટી 20 મેચો પર આટલું રસપ્રદ પુસ્તક લખી શકે? અને શું આવું પુસ્તક-જેમાં ક્રિકેટના જ્ઞાનના સુપ્રસિદ્ધ સ્રોત જય શાહની પ્રસ્તાવના હોય-તેને ઘણાં કદરદાન વાચકો મળશે? બંને પ્રશ્નોનો જવાબ ચોક્કસપણે ના જ હોવો જોઈએ. રમતનું ટૂંકું ફોર્મેટ સૌથી નબળું પણ છે-ટૂંકી બાઉન્ડ્રી, સપાટ પિચ અને બોલરો માટે ચાર ઓવરની મર્યાદા બેટિંગને બોલિંગ કરતાં વધુ પક્ષપાત કરે છે.
એક કારણ છે કે બે ઇનિંગ્સ અને પાંચ દિવસની મેચોને ટેસ્ટ ક્રિકેટ કહેવામાં આવે છે. કારણ કે, તે બેટર અને બોલર બંનેને તેમની પ્રતિભા અને ક્ષમતાઓની સંપૂર્ણ શ્રેણી પ્રદર્શિત કરવાની મંજૂરી આપે છે, જ્યારે પિચો અને આબોહવાની પરિવર્તનશીલતા એવા પડકારો ઊભા કરે છે જે ટી 20 અને વન ડે ક્રિકેટમાં પણ ગેરહાજર હોય છે. ટી 20 ખેલાડી સફળ થવા કરતાં ટેસ્ટ ખેલાડી સફળ થવો ઘણો મુશ્કેલ છે. ખરેખર, તાજેતરના ટી 20 વર્લ્ડ કપની ફાઈનલમાં રમનારી ભારતીય પ્લેઈંગ ઈલેવનમાંથી માત્ર એક જ વ્યક્તિ-મહાન જસપ્રિત બુમરાહ-ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી શકે.
‘500 ડિક્લરેડ’એ મેં પોતે જોયેલી ટેસ્ટ મેચો તેમજ રેડિયો કે ટેલિવિઝન પર જે ટેસ્ટ મેચોને મેં ફોલો કરી છે તેની ઘણી યાદો તાજી કરી. જ્યારે સ્કાઇલ્ડ બેરીએ ટ્રેન્ટ બ્રિજ ખાતે તેમની પ્રથમ ટેસ્ટ લાઇવ જોઈ ત્યારે તેઓ 19 વર્ષના હતા. હું 15 વર્ષનો હતો, જે દહેરાદૂનમાં મારા પરિવારના ફિલિપ્સ રેડિયો પર એ જ મેચ સાંભળી રહ્યો હતો. જીતવા માટે 479 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યા પછી, ન્યુઝીલેન્ડે વહેલી તકે તેમના સ્ટાર બેટ્સમેન ગ્લેન ટર્નરને ગુમાવ્યા હતા, પરંતુ તે પછી તેમના કેપ્ટન બેવન કોંગડોને તેમના જીવનની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી.
વિક પોલાર્ડ સાથે પાંચમી ઇનિંગ્સની મક્કમ ભાગીદારી દ્વારા રમતને જીવંત રાખી હતી. બંને વ્યક્તિઓએ સદી ફટકારી હતી, કોંગડોને મોટે ભાગે ઓફ-સાઇડ પર ઓર્થોડોક્સ સ્ટ્રોક દ્વારા અને પોલાર્ડે લેગ તરફ ફટકા મારીને. કોંગડોન તેના સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર પર આઉટ થયા પછી ડેશિંગ વિકેટકીપર-બેટ્સમેન કેન વેડ્સવર્થે પોલાર્ડને લાંબો સમય સાથ આપ્યો. અંતે બંને આઉટ થઈ ગયા અને બહાદુર ન્યુઝીલેન્ડર્સ 38 રને હારી ગયા. સામે પક્ષે હીરો સીમ બોલર જ્યોફ્રી આર્નોલ્ડ હતા, જેમના આંકડા-53-15-131-5-તેમની મક્કમતા અને ખંતની પોતાની ગાથા કહે છે.
તેપ્પન વર્ષ પછી હું હજી પણ બીબીસીના ટેસ્ટ મેચ સ્પેશિયલ પર કોમેન્ટેટર્સ દ્વારા મારા સુધી પહોંચાડવામાં આવેલા ન્યુઝીલેન્ડના રોમાંચક ચોથી ઇનિંગના રન ચેઝની મુખ્ય વિગતો યાદ કરી શકું છું. બીજી તરફ, મને આશ્ચર્ય થાય છે કે જેમણે ગયા અઠવાડિયે સીઝનની પ્રથમ આઈપીએલ મેચ જોઈ હતી તેઓને હવેથી એક વર્ષ પછી અથવા એક મહિના પછી પણ તે વિશે કશું યાદ રહેશે, જ્યારે બેંગલુરુની આ શરૂઆત ટોપ-એજ સિક્સ અને ઘોંઘાટિયા ચિયરિંગ દ્વારા ચિહ્નિત થયેલી અન્ય મેચોમાં ખોવાઈ જશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.