પડોશી દેશો કરતાં પણ વધુ ભારતે આંતરિક દેશવિરોધી કાર્ય કરનારા વ્યક્તિઓથી વધુ સજાગ અને સાવધાન રહેવું જરૂરી બન્યું છે. ભારતમાં થયેલા પહલગામ હુમલા બાદ ભારતની યુટયુબર જયોતિ મલ્હોત્રાની શંકાસ્પદ ગતિવિધિઓ પકડાઈ છે. પાકિસ્તાન દ્વારા પૈસાની લાલચ, હનીટ્રેપ અને અન્ય રીતે ભારતીયોને જાસૂસી માટે ફસાવવામાં આવે છે. મહત્તમ કેસોમાં ભારતીય યુવાન અધિકારીઓ અને સૈન્ય અધિકારીઓને પાકિસ્તાની સુંદરીઓના માધ્યમથી હની ટ્રેપમાં ફસાવીને સિક્રેટ માહિતીઓ મેળવવામાં આવે છે અને માહિતીના આધારે આતંકી હુમલાઓનાં આયોજનો કરે છે.
હાલમાં જ પંજાબ હરિયાણામાંથી દેશવિરોધી કાર્ય કરનારા અનેક જાસૂસો પકડાયા છે. આવા જાસૂસોને પકડવામાં દેશની પ્રજા પણ જાગૃત રહીને મહત્ત્વની ભૂમિકા અદા કરી શકે છે. આવા દેશવિરોધી કાર્ય કરનારાં જાસૂસો સામે ઓફિશ્યલ સિક્રેટ એકટ 1923માં કલમ 3 હેઠળ 14 વર્ષની સજાની જોગવાઈ છે. તેમજ કલમ-5 ના હેઠળ યુદ્ધ દરમિયાન સૈન્ય અથવા રણનીતિની માહિતી આપે તો આજીવન કેદ કે પછી મૃત્યુદંડની પણ જોગવાઈ છે.
સુરત –રાજુ રાવલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.