SURAT

ઇન્સ્ટાગ્રામ આઈડી અને પાસવર્ડ જો મિત્રની પાસે હોય તો સાવધાન, સુરતમાં બની વિચિત્ર ઘટના

સુરત: તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટનો પાસવર્ડ (Social Media Account Password) જો તમારા મિત્ર (Friend) કે અન્ય કોઈ પરિચિત પાસે હોય તો સાવધાન. સુરતમાં (Surat) એક ખૂબ જ વિચિત્ર ઘટના બની છે. અહીં એક મિત્રએ પોતાના જ મિત્રનો તેની ગર્લફ્રેન્ડ (Girlfriend) સાથેના ફોટાનો (Picture) દુરુપયોગ કર્યો છે, જેના લીધે મિત્ર અને ગર્લફ્રેન્ડ વચ્ચે ખટરાગ ઉભો થયો છે અને ઉપરથી પોલીસ સ્ટેશનના ધક્કાં ખાવાની નોબત આવી છે.

શહેરના માન દરવાજા ખાતે રહેતા યુવકે મિત્ર સાથે અનબન થતાં તેની ગર્લફ્રેન્ડ સાથેના ફોટા છોકરીના ભાઈને ઇન્સ્ટાગ્રામ પર ટેગ કરી દીધા હતા. છોકરીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

સાયબર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ માન દરવાજા ખાતે રહેતી 18 વર્ષીય રીટા (નામ બદલ્યું છે) ધો.12નો અભ્યાસ પૂર્ણ કરી હાલ ઘરે જ છે. રીટાના બોયફ્રેન્ડે ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેન્જરમાં બંનેના સાથે પાડેલા ફોટો મોકલ્યા હતા. રીટાના બોયફ્રેન્ડનું ઇન્સ્ટાગ્રામ આઈડી તેના મિત્રએ બનાવી આપ્યું હોવાથી તેનો પાસવર્ડ અને આઈડી તેની પાસે હતો.

હાલ બંને વચ્ચે અનબનાવ થતાં તેને મિત્રના ગર્લફ્રેન્ડ સાથેના ફોટો તેની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી લઈને રીટાના ભાઈને ટેગ કર્યા હતા. જેથી તેના મિત્રને બદનામ કરી શકે. આ અંગે છોકરીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે હીરામજૂરી કરતા આરોપી યશ ભગુભાઇ હીરાભાઇ સોલંકી (ઉં.વ.18) (રહે., રૂમ નં.૨૨, SMC ટેનામેન્ટ, ભાખડ મહોલ્લો, માન દરવાજા, રિંગ રોડ, સુરત તથા કામરેજ)ની ધરપકડ કરી હતી.

Most Popular

To Top