વડોદરા: હાલ ચોમાસાની સીઝન વિદાય નાં આરે છે ત્યારે શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે સાંજે શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જ્યારે શુક્રવારે સવારે શહેરમાં વાદળ છાય વાતાવરણ વચ્ચે શહેરમાં છુટ્ટો છવાયો વરસાદ વરસ્યો હતો. શુક્રવાર સવારથી શહેરમાં દિવસ દરમિયાન કાળા વાદળો અને બફારા વચ્ચે બપોરે છુટ્ટો છવાયો વરસાદ વરસ્યો હતો. ગરમીનો પારો 2.4 ડિગ્રી જેટલો ઘટી ગયો હતો. ગુરૂવારે સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન શહેરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો . ઉલ્લેખનિય છે કે , હવામાન વિભાગે 7 અને 8 તારીખે 2 દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે . સાંજે 6 વાગ્યાથી જ ઝ ° ડપી પવનો સાથે ભારે વરસાદ વરસવાની શરૂઆત થતા મોડી સાંજે થયેલ વરસાદને કારણે નોકરી – ધંધા પરથી પરત ફરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો . જ્યારે આજ રોજ પણ શહેરમાં છુટ્ટો છવાયો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે.
કાળા ડિબાંગ વાદળો અને બફારા વચ્ચે છૂટા છવાયા વરસાદથી ઠંડક પ્રસરી
By
Posted on