Madhya Gujarat

બોરસદથી નાપા વચ્ચે 11 KMમાં 24 બમ્પ!

આણંદ : આણંદના દાંડી વિભાગ દ્વારા બમ્પ બનાવવામાં અણઘણ આયોજન કરતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. બોરસદથી નાપા વચ્ચે 11 કિલોમીટરના વિસ્તારમાં 24 જેટલા બમ્પનો સામનો વાહન ચાલકોને કરવો પડે છે. તેમાં કેટલાક તો 100 મિટરથી ઓછા અંતરમાં હોવાથી રોષ જન્મ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ માર્ગ પર કોઇ હોસ્પિટલ કે શાળા ન હોવા છતાં બમ્પ કોના દબાણથી બનાવવામાં આવ્યાં તે આશ્ચર્યજન્મયું છે. આણંદથી બોરસદ અને ત્યાંથી રાસ સુધી જવાનો રોડ વર્ષો અગાઉ દાંડીમાર્ગ તરીકે જાહેર કરાયો હતો.

જેનું સમાર કામ તથા અન્ય કામ દાંડીવિભાગને હસ્તક રાખવામાં આવ્યું હતું. છેલ્લાં ચાર વર્ષથી આ રોડ પર વધુ ટ્રાફિક થઈ જતા લાખોના ખર્ચે પહોળો પણ કરવામાં આવ્યો છે. જેથી વાહનો સરળતાથી જઈ શકે. પરંતુ છેલ્લા એક વર્ષથી અચાનક જાણે રોડ ઉપર  સ્પેડબ્રેકર બનાવી દેવાની નવી ફેશન શરૂ થઈ હોય તેમ આડેધડ બમ્પ બનાવવામાં આવ્યાં છે. વાહનોની ઝડપ ઓછી કરવા માટે કોઈપણ જાતના વિચાર કે આયોજન વગર સ્પીડબ્રકરનું સર્જન કરી દેવામાં આવતાં અકસ્માતોની સંખ્યા પણ વધી જતી હોય છે. સામાન્ય નાગરિકને ખબર પડે છે, પરંતુ લાખોનો પગાર લેતા દાંડી રોડ વિભાગના એન્જિનિયરો કે કર્મચારીઓને ખબર પડતી નથી એ નવાઈની વાત છે.

માત્ર છેલ્લા એક મહિનામાં દેદરડાથી બોરસદ ચોકડી સુધી માત્ર 18થી પણ વધુ બમ્પ રાતોરાત બનાવી દેવામાં આવ્યા છે અને નવાઈની વાત તો એ છે કે બંને બમ્પ વચ્ચેનું અંતર માત્ર 100 મીટર પરથી પણ ઓછું રાખવામાં આવ્યું છે. હવે વિચાર કરો કે 11 કિલોમીટરના અંતરમાં નાપાથી બોરસદ હતો વાહનચાલકોને ૨૪થી વધુ બમ્પનો સામનો કરવો પડે તેવી દુઃખદ સ્થિતિ સર્જાઈ છે. તો વાહન ચાલક કેટલું ધ્યાન રાખી શકે અને વારંવાર આવતા સ્પીડ બ્રેકર કારણે વાહનોને પણ એક્સલ તૂટી જવી ટાયર ફાટી જવું ગુટકા તૂટી જવા કામાનો તૂટી જવી સહિત અનેક યાંત્રિક સર્જાઇ રહ્યું છે. હકીકત એ પણ છે કે સ્પીડથી આવતા વાહન ચાલક ને બમ્પથી બચાવવા જ બ્રેક મારશે તો પાછળ આવતું વાહન પણ ભટકાઈ જાય તેમ છે અને આગળ બમ કૂદી જતો સ્ટેરીંગ પર કાબૂ ગુમાવી દેવાથી બીજા વાહનોને પણ અકસ્માત સર્જાય તેવી સ્થિતિ થઈ છે.

વાહનોને ભારે નુકસાન થવાથી રોષ
સરકારી તંત્રની એક વહીવટી નીતિની બે બાજુઓ પણ હોઈ શકે છે, જેમાં રોડ વિભાગના અધિકારીઓ એક જ કાયદાનો બંને બાજુ ની રીતે પોતાને મન ફાવે તેવું અર્થઘટન કરીને દાંડીરોડ ઉપર ઉપયોગ કરી રહ્યા છે. આખરે તો આ રોડ ઉપરથી પસાર થતાં હજારો વાહન ચાલકોની આચકા ખાઈને કેડો તૂટી જવાના અથવા વાહનોને ભારે નુકસાન થતું હોવાના પણ બનાવો સર્જાઈ રહ્યા છે, ચાર દિવસ પહેલો આણંદથી બોરસદના દાંડીમાર્ગ ઉપર જીટોડીયા પાસે દોડી માર્ગનું બાજુ વગાડીને રોડ વિભાગે બમ્પ દૂર કર્યા હતા. જ્યારે આ જ વિભાગે નાપાથી બોરસદ સુધી 24થી પણ વધુ નવા સ્પીડબ્રેકર બનાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે. જોકે, આ બમ્પ અધિકારીઓની દેન છે કે ગેરકાયદે પણ કળવું મુશ્કેલ બની ગયું છે.

Most Popular

To Top