Charchapatra

પાન અને રસપાન

મુખવાસ સમાન પાન ખાવાના શોખીનો ઘણાં છે. નિર્દોષ મસાલા પાન ઉપરાંત હાનિકારક તમાકુનાં પાન, ડ્રગ્સમિશ્રિત પાન ચાવનારા પણ કુટેવ ધરાવે છે. મહિલાઓ લિપસ્ટિક લગાડી હોઠ લાલ રાખે છે તેમ પુરુષો પાન ખાઈને હોઠ લાલ રાખે છે. કલાકારો અને ખાસ કરીને સંગીતકારો પાનનાં શોખીન હોય છે. મહાન ગાયક મોહમ્મદ રફી ડ્રાયફ્રુટ મિશ્રિત ચાહ થર્મોસમાં ભરીને રાખતાં હતાં. સંયમી, ધર્મનિષ્ઠ હોવાથી પાન ખાતાં ન હતાં. ફિલ્મી સંગીતકારોમાં બે મહાન  સંગીતકારો પોતાને ત્યાંથી નાના ડબ્બામાં, ઘરમાં બનાવેલા સ્વાદિષ્ટ પાન લઇને જતાં હતાં, પણ ફકત પોતાને માટે જ તેઓ ખાતાં રહેતાં હતાં.

જો કોઇ બહુ અગત્યની કે પ્રિય વ્યક્તિ પાન માંગે તો ઇનકાર કરી શકતા ન હતા, જયારે રફી સાહેબ ઉદારતાપૂર્વક યાચકને ચાહ પીવડાવતા હતા. ખાસ ચર્ચિત ફિલ્મી સંગીતકારો સચિનદેવ બર્મન અને લક્ષ્મીકાંત પ્યારેલાલવાળા લક્ષ્મીકાંતને પાન ખાવાની ખાસ ટેવ હતી. પોતાને ત્યાંથી લાવેલા, ઘરમાં બનાવેલા પાન ખાઈને ધૂનો બનાવતા હતા. નવાબી અને રજવાડી આદરસત્કાર માટે પાનના ડબ્બાનું મહત્ત્વ હતું. તેવું જ મહત્ત્વ આ બંને સંગીતકારોને માટેય સદા રહ્યું. એ બંને સંગીતકારોએ જગતમાંથી વિદાય લીધી છે, પણ ગીતસંગીતના રસિયાઓને જે રસપાન કરાવ્યું તે કાયમી બની ગયું. પેલું ફિલ્મી ગીત પણ ગૂંજયા કરે છે કે ‘ખાઇ કે પાન બનારસવાલા ખૂબ જાયે બંધ અકલકા તાલા અક્કલના તાલા ભલે ન ખુલે મન તો અવશ્ય પ્રસન્ન થાય.
 સુરત         યુસુફ એ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top