જયારે ક્રિએટિવિટીની વાત આવે ત્યારે સુરતીઓ બિલકુલ પાછળ પડે એમ નથી. આજકાલ શહેરમાં મેમરી ક્વિલ્ટ બનાવવાનો ક્રેઝ લોકોમાં ખૂબ દેખાઇ રહ્યો છે. જે કપડાં કામના નથી તેનો સુરતીઓ કેવો ક્રિએટિવ ઉપયોગ કરી જાણે છે તે જાણીએ…
નાના પડી ગયેલા કપડાં, ફોટા, જીન્સનો બેસ્ટ ઉપયોગ
મેમરી ક્વિલ્ટ (રજાઇ) નામ પરથી જાણી શકાય છે કે તે જુની યાદો તાજી કરાવે છે. આ ક્વિલ્ટ નાના પડી ગયેલા કપડા, જુની જીન્સ, પેચીસ, મોજા વગેરે વેસ્ટ વસ્તુઓ માંથી બનાવવામાં આવે છે અને એ રીતે વ્યકિત પોતાની જુની યાદો સાથે અટેચ્ડ રહે છે. કોટન જેવા મટિરિયલમાંથી બનાવવાને કારણે તે કોઇ પણ સીઝનમાં વાપરી શકાય છે.
યાદો અને લાગણીઓની જવાબદારી લેવી પડે છે: તુલસી દેસાઇ
તુલસી કહે છે કે લોકો આવા ક્વિલ્ટસના માધ્યમથી પોતાની જુની યાદો તાજી રાખવા માંગે છે. આવી રજાઇમાં જુના મોજા, કપડા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે જે ખૂબ વિચાર અને ક્રિએટિવિટી માંગી લે છે. કપડાંને કાપીને પહેલા ખાસ્સી ગોઠવણ કરવી પડે છે જેથી તેમાંથી સારી ડિઝાઇનની રજાઇ બનાવી શકાય.