Vadodara

બેસ્ટ ઇલેક્ટોરલ પ્રેક્ટિસીસ એવોર્ડ

વડોદરા: વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તા.૨૫મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે ચૂંટણી વિષયક શ્રેષ્ઠ પરંપરા પાડનારા કર્મયોગીઓ ને બિરદાવવા બેસ્ટ ઇલેકટોરલ પ્રેક્ટિસિસ એવોર્ડ ૨૦૨૦ની જાહેરાત કરવામાં આવી છે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.રામ જોષીના જણાવ્યા પ્રમાણે મતદાર નામ નોંધણી અને મતદાર યાદી તૈયાર કરવામાં ઉમદા યોગદાન આપનારા કર્મયોગીઓને દર વર્ષે આ એવોર્ડ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. તે પ્રમાણે ૨૦૨૦ના બેસ્ટ મતદાર નોંધણી અધિકારી તરીકે કરજણના પ્રાંત અધિકારી કે.એલ.પટેલ, શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે વડોદરા બેઠકના મામલતદાર એ.બી.ચૌધરી, મતદાર નોંધણીની શ્રેષ્ઠ કામગીરી કરનારા નાયબ મામલતદાર તરીકે કરજણ બેઠકના દમયંતી અગ્રાવત, શ્રેષ્ઠ બી.એલ.ઓ. નિરીક્ષક તરીકે વડોદરાના અરવિંદ સોલંકી અને સંદીપ કુમાર પંડ્યા તથા શ્રેષ્ઠ બી.એલ.ઓ.તરીકે ડભોઇ ના રાકેશ ઠાકોર,વડોદરા શહેરના ભરત મકવાણા અને સયાજીગંજના અંજુબેન પરમારની જાહેરાત કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ આ લોકોની કામગીરીને પ્રેરક ગણીને અભિનંદન આપ્યાં છે. આ કાર્યક્રમમાં વડોદરા ખાતે જિલ્લા અને તાલુકા કક્ષાએ ૧,૩૮૧ લોકો ઓનલાઇન જોડાયાં હતાં જેમાં એન.સી.સી.ના બ્રીગે.ડી.એસ.રાવત, કર્નલ રાહુલ શ્રીવાસ્તવ સહિત ૩ વિશ્વ વિદ્યાલયો અને શિક્ષણ સંસ્થાઓ, દિવ્યાંગ સંસ્થાઓ, એન.સી.સી., એન.એસ.એસ.અને સ્કાઉટ ગાઇડ્સના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top