નવી દિલ્હી: ભારતની (India) પ્રથમ 3D પ્રિન્ટેડ (3D print) પોસ્ટ ઓફિસ (Post office) સાયબર સિટી બેંગલુરુમાં (Bengaluru) ખુલી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે એટલે કે 18 ઓગસ્ટે બેંગલુરુમાં 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજી સાથે બનેલી ભારતની પ્રથમ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આ પોસ્ટ ઓફિસ વિશે ટ્વિટ (Tweet) કરીને કહ્યું કે દેશની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ પર ભારતીયોને ગર્વ થશે. જેમાં નવી તકનીકીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ 3D પોસ્ટ ઓફિસ બેંગ્લોર શહેરના કેમ્બ્રિજ લેઆઉટમાં 1 હજાર 21 ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલી છે. પોસ્ટ ઓફિસ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે, જ્યારે IIT મદ્રાસે તેના માટે ટેક્નિકલ સપોર્ટ આપ્યો છે. પોસ્ટ ઓફિસ બનાવવામાં 45 દિવસ લાગ્યા હતા. જો કે આ પોસ્ટ ઓફિસના નિર્માણ કાર્યમાં સામાન્ય રીતે 5 થી 6 મહિના જેટલો સમય લાગતો, પરંતુ આ પોસ્ટ ઓફિસને ટેક્નોલોજી સાથે માત્ર 4 દિવસમાં બનાવવાની સફળતા મળી છે. જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે.
પીએમ મોદીએ કહ્યું કે બેંગલુરુના કેમ્બ્રિજ લેઆઉટમાં બનેલી ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ જોઈને દરેક ભારતીયને ગર્વ થશે. તે આપણા દેશની નવીનતા અને પ્રગતિનો પુરાવો છે. તે આત્મનિર્ભર ભારતની ભાવનાનું પણ પ્રતિક છે. બધા સખત કામદારોને અભિનંદન. પોસ્ટ ઑફિસનું કામ પૂર્ણ થયું.” પીએમ મોદીએ તેની તસવીરો પણ શેર કરી છે.
પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરતી વખતે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “વિકાસની ભાવના, આપણી પોતાની ટેક્નોલોજી વિકસાવવાની ભાવના, અગાઉના સમયમાં અશક્ય માનવામાં આવતું કંઈક કરવાની ભાવના. આ સમયની નિર્ણાયક વિશેષતા છે. બાંધકામ લગભગ છથી આઠ મહિનાની સરખામણીએ 45 દિવસમાં પૂર્ણ થયું છે.”