પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં MBBS વિદ્યાર્થીની પર થયેલા બળાત્કાર કેસે રાજ્યમાં ચકચાર મચાવી છે. શહેરના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવેદન બાદ રાજકીય વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. પીડિતાના પિતાએ મમતાના નિવેદનને “અસંવેદનશીલ” ગણાવીને વાંધો ઉઠાવ્યો છે.
દુર્ગાપુર બળાત્કાર કેસમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવેદન પર પીડિતાના પિતાએ કટાક્ષ કર્યો છે. મમતાએ ગઈકાલે પૂછ્યું હતું કે “વિદ્યાર્થી રાત્રે 12:30 વાગ્યે બહાર કેવી રીતે ગઈ?” જેને લઈને પીડિતાના પિતાએ સ્પષ્ટ કર્યું કે આ ઘટના રાત્રે 8 થી 9 વાગ્યાની વચ્ચે બની હતી. રાત્રે 12.30એ નહીં.
મમતા બેનર્જીના આ નિવેદન પર પીડિતાના પિતાએ કહ્યું “મુખ્યમંત્રી પોતે એક મહિલા છે. છતાં તેઓએ આવા અસંવેદનશીલ શબ્દો કેવી રીતે બોલ્યા? મારી પુત્રી મધરાતે બહાર નહોતી. આ પ્રકારની ટિપ્પણીઓ પીડિતાને બદલે દોષારોપણ જેવો અભિગમ દર્શાવે છે.”
મમતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે “મહિલા વિદ્યાર્થીઓએ રાત્રે બહાર ન નીકળવું જોઈએ અને હોસ્ટેલના નિયમોનું પાલન કરવું જોઈએ.” આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર પણ ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ઘણા લોકોએ સીએમના શબ્દોને “વિચારહીન” ગણાવ્યા છે.
પોલીસ તપાસ અને કાર્યવાહી
બાલાસોરના એએસપી નિરંજન બેહરાએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળ પોલીસ સાથે સંકલન કરીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. 36 કલાકની અંદર ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલુ છે. પોલીસ મુજબ વધુ પુરાવા એકત્ર કરવા માટે ટેક્નિકલ ટીમ પણ કાર્યરત છે.
ઘટનાની પૃષ્ઠભૂમિ
પીડિતા ઓડિશાના બાલાસોરની રહેવાસી અને દુર્ગાપુરની એક ખાનગી મેડિકલ કોલેજમાં MBBSની વિદ્યાર્થીની હતી. શુક્રવારે રાત્રે તે પોતાના મિત્ર સાથે બહાર ફરવા ગઈ હતી. ત્યારે ત્રણ યુવાનો તેને જંગલ વિસ્તારમાં ખેંચી ગયા અને તેની સાથે બળાત્કાર કર્યો હતો.
રાજકીય પ્રતિક્રિયા
વિપક્ષે મમતા બેનર્જીના નિવેદન પર સખત પ્રતિક્રિયા આપી કહે છે કે “પીડિતાના ગુનેગારોને દોષ આપવાને બદલે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સામે સવાલ કરી રહ્યા છે” આ સાથે જ મમતાના શબ્દો પર સ્ત્રી સંગઠનોએ પણ અસંતોષ વ્યક્ત કર્યો છે.
જોકે હવે આ દુર્ગાપુર રેપ કેસ હવે માત્ર કાનૂની નહીં પરંતુ રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે.