પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મમતા બેનર્જીએ 291 બેઠકો માટે ઉમેદવારોની ઘોષણા કરી છે. સાથે જ ત્રણ બેઠકો તેમના સાથીઓને બાકી હોવાનું જણાવાયું છે. નોંધનીય છે કે તૃણમૂલ કોંગ્રેસે અભિનેત્રી સયોની ઘોષથી માંડીને મનોજ તિવારી સહિતના અનેક સ્ટાર્સ પર આ વખતે દાવ રમ્યો છે. આ અહેવાલમાં જાણો કે દીદી કયા સ્ટારને કઈ બેઠક પર ઉતારશે ?
અભિનેતા થી ગાયક સુધી લિસ્ટમાં
નોંધપાત્ર વાત એ છે કે આ વખતે મમતા દીદીની ચૂંટણી યાદીમાં ઘણા પ્રખ્યાત સ્ટાર્સને સ્થાન મળ્યું છે. તે પૈકી ક્રિકેટરથી માંડીને અભિનેતા અને ગાયક સુધી તેમને ચૂંટણી લડવાની તક મળી છે.
સ્ટાર્સ | બેઠક |
---|---|
જૂન માલિયા (અભિનેત્રી) | મિદનાપુર |
મનોજ તિવારી (ક્રિકેટર) | શિબપુર |
રાજ ચક્રવર્તી (નિર્દેશક) | બેરેકપૂર |
સયંતિકા બેનર્જી (અભિનેત્રી) | બંકુરા |
કંચન મલિક (અભિનેત્રી) | ઉત્તરપાડા |
અદિતિ મુનશી (સિંગર) | રાજારહટ |
સયોની ઘોષ (અભિનેત્રી) | આસનસોલ દક્ષિણ |
કૌશિકી મુખર્જી (અભિનેત્રી) | કૃષ્ણનગર ઉત્તર |
સોહમ ચક્રવર્તી (અભિનેતા) | ચાંદીપુર |
મમતા નંદીગ્રામથી ચૂંટણી લડશે
ટીએમસી બંગાળની ચૂંટણી માટે કુલ 291 ઉમેદવારોની ઘોષણા કરી છે. મમતા બેનર્જીએ આસન્સોલની ત્રણ બેઠકો તેના સાથીદારો માટે છોડી દીધી છે. મહત્વનું છે કે, મમતા બેનર્જી આ વખતે નંદિગ્રામથી ચૂંટણી લડશે. આ પહેલા તે ભવાનીપુરથી ચૂંટણી લડી રહી હતી.
ઘણા સ્ટાર પણ ભાજપમાં જોડાયા
નોંધપાત્ર વાત એ છે કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઘણા સ્ટાર ભાજપ અને ટીએમસીમાં જોડાયા છે. ટીએમસીએ પોતાના ઉમેદવારોની સૂચિમાં ઘણા સ્ટારને તક આપી છે. આવી સ્થિતિમાં હવે લોકોની નજર ભારતીય જનતા પાર્ટી પર છે કે તે ચૂંટણી ક્ષેત્રે કેટલા સ્ટારને ઉતરે છે.
આઠ તબક્કામાં ચૂંટણી યોજાશે
મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના આઠ તબક્કાની ચૂંટણી યોજાશે, જે 27 માર્ચથી શરૂ થશે. ચૂંટણીનો છેલ્લો તબક્કો 29 એપ્રિલના રોજ યોજાશે, જ્યારે પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.