પશ્ચિમ બંગાળમાં સ્થાનિક અખબારોએ રાષ્ટ્રીય સ્તરના ભાજપના નેતાઓની ચૂંટણી સભામાં ખાલી ખુરશીઓની તસવીરો છાપી હતી જે ચર્ચાનો વિષય બન્યો છે કે શું મમતાને ઉથલાવવાનો મનસૂબો ધરાવતી ભાજપા વેગ ગુમાવી રહી છે? સ્મૃતિ ઇરાની, નીતિન ગડકરી, યોગી આદિત્યનાથ અને જે પી નડ્ડાની રેલીઓમાં જોઇતી સંખ્યા ન થઈ હતી. 200 બેઠકો જીતવાનો દાવો કરતા ભાજપમાં આંતરિક અસંતોષ પણ સપાટીએ આવ્યો છે.
ઉમેદવારોની બીજી યાદી જાહેર થતાં જ પાર્ટીના કાર્યકરો દેખાવો કરી રહ્યા છે. પથ્થરમારા અને ચપ્પલ ફેંકવાની ઘટનાઓ પણ બની છે. અમિત શાહે પ્રદેશ અધ્યક્ષ અને અન્ય નેતાઓ સાથે બેઠક કરી હતી. મંગળવારે પ્રદેશના નેતાઓને દિલ્હી બોલાવાયા હતા. ભાજપે સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ આપતા કાર્યકરો નારાજ છે. આ ઉપરાંત ભાજપે અત્યાર સુધીમાં એક ડઝન પક્ષપલટુઓને ટિકિટ આપી છે.