Charchapatra

રીક્ષા સવારી રામ ભરોસે

એક અખબારી સમાચાર મુજબ સુરતમાં 1.10 લાખ રીક્ષાની નોંધણી થયેલી છે તે પૈકી 50% ભંગાર હાલતમાં ફરે છે. 35 હજાર રીક્ષા ગેરકાયદેસરની સુરત શહેરમાં ફરે છે. વળી, CNGું સર્ટિફિકેટ પણ રીન્યુ કરાવવામાં આવતું નથી. ઓટો રિક્ષાનો ધંધો નોન ગુજરાતીઓના હાથમાં પહોંચી ગયો છે અને રીક્ષાએ ગુનાખોરીનું હાથવગું સાધન બની ગયું છે. ચાલકની આજુબાજુમાં બેઠેલાં પ્રવાસીઓ પોલીસના CC કેમેરામાં આવતા નથી.

રીક્ષાને પોલીસ લોક મારીને જતી નથી. રીક્ષામાં બેઠેલાં પ્રવાસીઓના મોબાઈલ, પર્સ, દાગીના યુક્તિ-પ્રયુક્તિ કરી રીક્ષામાંથી ગુમ કરવા જેવા સફળ પ્રયોગો થાય છે. થયેલા ગુનાઓ પોલીસ દફતરે નોંધાય પણ છે તો પણ હરતા ફરતા ગુનાખોરીના ધામ પર કોઈ રોકટોક શહેરનાં નાગરિકોને જોવા મળતી નથી. સિગ્નલ પર ટ્રાફિક કંટ્રોલ કરી પોલીસ ખાતું મૂછ પર લીંબુ ફેરવી રહી છે ત્યારે જીવતા બોમ્બ જેવી રીક્ષાઓને અને તેના ચાલકોને કેમ અને કોના આશીર્વાદથી બાકાત રાખવામાં આવે છે? પોલીસ કમિશનર સુરતમાં ફરતી દરેક રીક્ષા અને તેના ચાલકોની ગંભીરતાથી તપાસ હાથ ધરશે કે પછી પ્રવાસીઓને રામ ભરોસે જ રીક્ષામાં મુસાફરી કરતાં રહેવાનું?
સુરત     – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુરત એરપોર્ટ- પ્રગતિ અને પડકાર
સુરત એરપોર્ટની પ્રગતિ ધીમે ધીમે આગળ વધી રહી છે. આનંદની વાત છે. ‘ગુજરાતમિત્ર’માં આવી રહેલા રીપોર્ટની અસર દેખાઈ રહી છે. અગાઉ ‘ગુજરાતમિત્ર’માં વિસ્તરણ માટે 80 હજાર ચો.મી. જગ્યા સંપાદનમાં લેવા સરકારની મંજૂરીના ન્યૂઝ પણ છપાયા હતા. ત્યાર બાદ સુરત એરપોર્ટને રન-વે 2905મીથી લંબાવી 3810 મી. કરવા, આ બે મુદ્દા પર ખૂબ જ ધ્યાન આપી કાર્ય આગળ વધારવાની જરૂર છે. ATCનો પૂરતો સ્ટાફ પણ વધારવાની ખાસ જરૂર છે. ‘ગુજરાતમિત્ર’ના સમાચારનો અહેવાલ ખૂબ જ અસર કરી રહ્યો છે. સુરતની શાનની રોનકની જરૂર છે. શારજહાં, દુબઇ ફલાઈટ શરૂ થઇ તેમ જ હાલ બેંગકોક ફલાઈટ પણ 20મીથી શરૂ થતાં ફલાઈટનું બુકીંગ લગભગ ફુલ થઇ જવા પામ્યું છે.

ભવિષ્યમાં હવે સિંગાપોર ફલાઈટ પણ શરૂ થાય તેના પ્રયાસો એરપોર્ટ અધિકારી તથા સરકારે ખાસ ધ્યાન પર લેવા જેવું છે. આશા રાખીએ કે આ ફ્લાઈટ પણ આવનારા દિવસોમાં ચાલુ થઇ જાય તેમજ ખાસ ધ્યાન પર લેવા જેવું હવે એરપોર્ટમાં લીકરશોપ પણ ચાલુ થાય. આ ન્યૂઝ અગાઉ ‘ગુજરાતમિત્ર’માં પણ છપાયા છે. ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પણ લીકરશોપ છે. તો સુરત ડુમસ એરપોર્ટ પણ સરકાર ધ્યાન પર લે તો સારી વાત છે. ગીફ્ટ સીટીમાં પણ મંજૂરી આપવામાં આવી છે. સુરત ડાયમંડ બુસ પણ હવે પ્રગતિના પંથે છે. તેમાં પણ લીકર શોપની પરમીટ મળવી જોઈએ.
સુરત     – ચેતન અમીન      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top