Charchapatra

શિયાળાની ઋતુમાં વસાણાંના ફાયદા!

ખાય લ્યો, મ્હારા વ્હાલા…! ખાધું પીધું જ ભેગું આવશે.. ને બાકી બધું અહીંયા જ પડ્યું રહેશે! સાચુંને મિત્ર! ખેર, મૂળે અને મુદ્દે… મરીમસાલા, જડીબુટ્ટી, દેશી ઔષધી, તેજાના, શિયાળુ વસાણા ઇતર વિષયક અત્રેથી…! અષ્ટવર્ગ, દશમૂળ, અશ્વગંધા, સફેદ મૂસળી, શતાવરી, સૂંઠ, ગંઠોડા, કાળાં મરી, કેસર, જાવંત્રી આદિ ઇતિયાદી રહેલા છે, તેમજ ગુંદર સાથેનું સંયોજન પણ યથાયોગ્ય છે! બલ્કે, શતાવરી સિવાયનાં બધાં વસાણાંની પ્રકૃતિ ગરમ છે. આ ઔષધીઓનો ગરમાવો અને ગુંદરની ઠંડકનું કૉમ્બિનેશન શરીરને સુદૃઢ રાખે છે.

આ બધાં જ વસાણાં દરેક ઉંમરનાં સ્ત્રી-પુરુષ ખાઈ શકે કિન્તુ, માત્રામાં પ્રમાણભાન રાખવું અત્યંત જરૂરી છે! ગ્રીન વેજિટેબલ્સ સદાબહાર: વસાણાયુક્ત શિયાળુ પાક તો ખરા જ સાથે આ ઋતુમાં આમળાં, કાચી હળદર, ગાજર, પાલકની ભાજી, મેથીની ભાજી અને સરસવની ભાજી અચૂક ખાવી જોઈએ. ‘લીલી શાકભાજી ગ્રીન બ્લડ’ છે. તેમજ એ દરેકને પરવડે એવી કિફાયતી હોય છે. આપણે ત્યાં સરસવનું બહુ ચલણ નથી, પરંતુ આ ભાજી ખૂબ ગુણકારી છે.! આમ, ઉપરોક્ત ઔષધિ શિયાળા દરમિયાન ખૂબ જ ગુણકારી અને આશીર્વાદરૂપ રહેલ હોવાથી તેનું નિત્યપણે સેવન કરવાથી શરીર સૌષ્ઠવ નિરોગી અને બારે માસ તંદુરસ્ત અને સશક્ત રહે છે!
ગોપીપુરા, સુરત- સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top