કોરોના ( CORONA ) મહામારીના કારણે હાલ લોકો મોલ અને દુકાનોમાં ખરીદી કરવાનું ટાળીને ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે. જો ઓનલાઇન ખરીદી કરતા સમયે અમુક બાબતોનું યોગ્ય ધ્યાન આપવામાં આવે તો વસ્તુઓ સારી અને સસ્તી મળી શકે છે, ઓનલાઈન શોપિંગ (Online Shopping) કરતી વખતે મોટા ભાગના લોકો અન્ય વેબસાઈટ કે અન્ય ઓફર્સ (Offers) પર ધ્યાન નથી આપતા. જેના કારણે સસ્તો સામાન પણ તેઓ મોંઘા ભાવે ખરીદતા હોય છે. ત્યારે અમે તમને જણાવીશું કે મોંઘામાં મોંઘો સામાન કેવી રીતે તમે સસ્તામાં ખરીદી શકો છો.
ઓનલાઈન શોપિંગ (Online Shopping) કરવું સૌ કોઈને પસંદ છે. અને કોરોનાના કારણે મોટા ભાગના લોકો ઑનલાઈન ખરીદી કરી રહ્યા છે. કેટલીક વેબસાઈટ (Website) રોજે રોજ કોઈ નવી ઓફર લઈને આવે છે, જેમાં કેટલીક મોંઘી વસ્તુઓ તમને સસ્તામાં મળી શકે છે. જ્યારે, કેટલાક લોકો અન્ય વેબસાઈટ નથી જોતા અને જેના કારણે તેઓ સસ્તી વસ્તુ પણ મોંઘા ભાવે ખરીદી લેતા હોય છે. ત્યારે, આજે અમે તમને એવી ટિપ્સ (Tips) આપવા જઈ રહ્યા છે. જેનાથી તમે મોંઘી વસ્તુઓ પણ સસ્તા ભાવે ખરીદી શકો છો.અને બીજી ઘણી બાબતો વિષે પણ જાણકારી લીધા બાદ જ ઓનલાઇન શોપિંગ કરવી યોગ્ય છે.
શોપિંગ લિસ્ટ તૈયાર કરો
સૌ પ્રથમતો તમે એક શોપિંગ લિસ્ટ (Shopping List) તૈયાર કરો. આવું કરવાથી તમારો સમય બચશે અને તમે તમારી મનગમતી વસ્તુઓ વિશે અન્ય વેબસાઈચ પર પણ સર્ચ કરી શકો છો.
ભાવોની તુલના કરો
જો તમે તમારી મનગમતી વસ્તુ કાર્ટ (Cart)માં એડ કરી દીધી હોય તો તેની તપાસ તમે અન્ય વેબસાઈટ પર પણ કરો. શક્ય છે કે એ સામાન બીજી વેબસાઈટ પર તમને સસ્તો પડે.
ભાવોના ફેર અને ઓફર પાર ધ્યાન આપો
મોટાભાગના લોકો જલ્દી ખરીદદારીના ચક્કરમાં ડિસ્કાઉન્ટ (Discount) ઓફર જોવાનું ભુલી જતા હોય છે. જ્યારે, પણ તમે કોઈ સામાન કે વસ્તુને કાર્ટમાં એડ કરો તો તેના પર ડિસ્કાઉન્ટ ઓફર શું ચાલી રહ્યું છે તો જોવાનું રાખો. જો તે સામાન પર કોઈ સારી ઓફર હશે તો તમે સસ્તામાં તેને ખરીદી શકો છો.
ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પરની ઓફર્સ પણ જુઓ
સામાન ખરીદવા પર તમે એ પણ જુવો કે ક્રેડિટ કાર્ડ (Credit Card) કે ડેબિટ કાર્ડ (Debit Card) પર કોઈ ડિસ્કાઉન્ટ છે કે નહિ. શક્ય છે કે આ ડિસ્કાઉન્ટ બાદ તમને તમારો મન ગમતો સામાન વધુ સસ્તો પડે.
પ્રાઈઝ એલર્ટ સેટ કરો
ઑનલાઈન શોપિંગમાં પ્રાઈઝ એલર્ટ (Price Alert) સેટ કરવાનું પણ ઓપ્શન હોય છે. જો તમે કોઈ સામાન કે વસ્તુ માટે પ્રાઈલ એલર્ટ સેટ કરી હોય તો તેની કિંમત ઓછી થશે તો તમને એલર્ટ આવશે.
ફ્રિ શિપિંગ છે જરૂરી
ઑનલાઈન શોપિંગમાં ઘણી વસ્તુઓ પર ફ્રિ શિપિંગ (Free Shipping)ની સુવિધા નથી હોતી. ત્યારે ધ્યાન રાખો કે તમે જે વેબસાઈટ પરથી તે વસ્તુની ખરીદી કરી રહ્યા છો તેના પર ફ્રિ શિપિંગનું ઓપ્શન અવેલેબલ છે કે નથી.
ખરીદી કરતાં પહેલા રીવ્યુ જરૂર વાંચો
પ્રોડક્ટ (Product) અસલી છે કે નક્લી. આ વાતને જાણવા માટે રિવ્યૂ (Review) વાંચવાનું જરુરથી રાખો. જે લોકો પ્રોડક્ટ પહેલાં જ ખરીદી ચુક્યા હોય તે લોકો રિવ્યૂ નાખે છે. જે વાંચ્યા બાદ તમને ખબર પડશે પ્રોડક્ટ ખરીદવા લાયક છે કે નથી.