SURAT

સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન પહેલાં રત્નકલાકારોએ કેમ આપી આંદોલનની ચીમકી? જાણો..

સુરત (Surat) : આગામી તા. 17મી ડિસેમ્બર 2023ને રવિવારના રોજ સુરતના ખજોદ (Khajod) ખાતે ડ્રીમ સિટીમાં (Dream City) બનેલા વિશ્વ કક્ષાના સુરત ડાયમંડ બુર્સના (SuratDiamondBurse) ઉદ્દઘાટન માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) સુરત પધારનાર છે. ઉદ્દઘાટન સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સુરત હીરા ઉદ્યોગના (Diamond Industry) રત્નકલાકારોએ (Diamond Worker) આંદોલનની (Protest) ચીમકી ઉચ્ચારતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.

કારખાનેદારો રત્નકલાકારોને છૂટા કરતા હોવાની ફરિયાદો ઉઠી
દિવાળી વેકેશન બાદ લગભગ એક મહિના પછી સુરત શહેરમાં માંડ 20થી 25 ટકા હીરાના કારખાના શરૂ થયા છે, પરંતુ તેનાથી રત્નકલાકારોને કોઈ ફાયદો થયો નથી. હીરાના કારખાના ખુલ્યાં બાદ કારખાનેદારોએ સ્ટાફ ઘટાડવાનું વલણ અપનાવ્યું છે. કારખાનેદારોએ સ્ટાફ ઘટાડી દેતા અનેક રત્નકલાકારો બેરોજગાર બન્યા હોવાની ફરિયાદ ઉઠી છે.

હીરાઉદ્યોગમાં દિવાળી પછી વાતાવરણ સુધરવાની શક્યતા દેખાતી નથી. કેમ કે, મોટાભાગના કારખાના હજી પણ બંધ છે અને જે ખુલ્યા છે ત્યાં પણ ભાવ ઘટાડવાની તથા સ્ટાફ ઘટાડી રત્નકલાકારોને છુટા કરવાની ફરિયાદો મળી રહી છે. દિવાળી પહેલાથી જ મોટી સંખ્યામાં કારીગરો બેરોજગાર છે ત્યારે જો સ્થિતિ સુધરશે નહી તો હજી વધુ રત્નકલાકારો બેરોજગાર થશે એવો ભય ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના આગેવાનો દ્વારા ડર વ્યક્ત કરવામાં આવ્યો છે.

ડાયમંડ વર્કર યુનિયને આવેદનપત્ર આપ્યું
આજે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના આગેવાનો દ્વારા સુરત જિલ્લા કલેકટર મારફતે દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે કે સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન પહેલા રત્નકલાકારોની માંગણીઓ પૂરી કરો નહીંતર અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને યુનિયન દ્વારા ઉપવાસ આંદોલનની પરવાનગી પણ કમિશનર પાસેથી માંગવામાં આવી છે.

રત્નકલાકારોએ આ માંગણી કરી
આગામી તા. 17 ડિસેમ્બર 2023ના રોજ સુરત ડાયમંડ બુર્સનાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરત આવનાર છે ત્યારે હીરાઉદ્યોગના રત્નકલાકારોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણીઓ મુકી છે. રત્નકલાકારોએ આર્થિક પેકેજ, રત્નદીપ યોજના, વ્યવસાય વેરો નાબુદ કરવા તથા આપધાત કરતા રત્નકલાકારોના પરિવારો ને આર્થિક મદદ કરવા સહિતની માંગણી કરી છે. આ સાથે જ ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને એવા ડેટા રજૂ કર્યા છે કે સુરતમાં છેલ્લા પાંચ મહિના મા 30 રત્ન કલાકારો એ આપઘાત કરી લીધા છે.

Most Popular

To Top