Charchapatra

સ્વાસ્થ્ય પહેલાં, આસ્થા પછી

માનવી ઉત્સવપ્રિય છે. ઉત્સવોની ઉજવણીનો ઉલ્લાસ તથા ઉમંગ હોય તે બિલકુલ સ્વાભાવિક છે. પવિત્ર ધાર્મિક ઉત્સવોની સીઝનની હારમાળામાં પર્યુષણ પર્વ, શ્રી ગણેશજીની સ્થાપના, નવરાત્રી તથા દિવાળીના દિવસો સૌ કોઇને ઇંતેજાર છે. પરંતુ હાલની પરિસ્થિતિને અનુસરીને આપણે સૌએ આપણી શારીરિક સ્વસ્થતાની પહેલાં પૂરેપૂરી કાળજી રાખીને જ આસ્થા, શ્રધ્ધા, ધાર્મિક ભાવના, પૂજા અર્ચના કરવી  હિતાવહ છે. હજુ પણ કોરોના ગાઇડલાઇનનો 100 ટકા અમલ કરી તથા બીજાને પણ પ્રોત્સાહિત કરીએ તો ચોક્કસ જ ઉત્સવોની ગરિમા પણ જળવાશે. આપણું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહેશે જે આજના સમયની તાતી જરૂર છે. આ અંગે થોડાં નમ્ર સૂચનો રજૂ કરું છું. બિનજરૂરી ભીડમાં, મોલમાં જવાનું ટાળો. હોટલો, રેસ્ટોરન્ટના ફાસ્ટફુડ, કોલ્ડ્રીંકથી દૂર રહો, ઘરમાં, કોમ્પ્લેક્ષ, મહોલ્લામાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપો, પાણીનો બગાડ  અટકાવો, બિનજરૂરી ખરીદી ન કરો. આ બધાના સારમાં ફકત યાદ રાખો. હેલ્થ ઇઝ વેલ્થ.
સુરત – દીપક બંકુલાલ દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top