નવી દિલ્હી: તાલિબાને (Taliban) આ વખતે અફઘાનિસ્તાનમાં (Afghanistan) મહિલાઓ (Women) પર ખૂબ જ કડક નિયંત્રણો લાદવાનું ફરમાન બહાર પાડ્યું છે. અત્યાર સુધી તાલિબાને મહિલાઓને કામ કરવું, અભ્યાસ અને કપડાં અંગે પ્રતિબંધ (Prohibition) મૂક્યો હતો પરંતુ હવે મહિલાઓનાએ શોખ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જે તેમની સુંદરતાની ઓળખ છે. તાલિબાનના આ નવા આદેશથી અફઘાનિસ્તાનની મહિલાઓમાં રોષનો માહોલ ફેલાયો છે.
તાલિબાને કાબુલમાં મહિલાઓના બ્યુટી સલૂન (Beauty salon) પર પ્રતિબંધ મૂકતો નવો આદેશ જારી કર્યો છે. તાલિબાનના વાઇસ એન્ડ વર્ચ્યુ મંત્રાલયે પણ કાબુલ નગરપાલિકાને તાલિબાન નેતાના નવા હુકમને અમલમાં મૂકવા અને દેશમાં આવેલા તમામ મહિલા બ્યુટી સલૂનના લાઇસન્સ રદ કરવા સૂચના આપી છે.
મહિલાઓને શાળા, કોલેજોમાં જવા સાથે હવે કામ કરવા અને બ્યૂટી પાર્લર બંધ કરવાનું નવું ફરમાન
મેકઅપ આર્ટિસ્ટ રેહાન મુબારિઝે તાલિબાનના આ હુકમ પછી કહ્યું હતું કે પુરુષો બેરોજગાર છે. જ્યારે પુરુષો તેમના પરિવારની સંભાળ રાખી શકતા નથી, ત્યારે મહિલાઓએ રોજીરોટી માટે બ્યુટી સલૂનમાં કામ કરવાની ફરજ પડી હતી. જો પુરુષો પાસે નોકરી નથી તેમા અમારી શું ભૂલ છે? અમે આ માટે શું કરી શકીએ? અમે ઘરની બહાર નીકળીશું નહીં તો અમારે ભૂખે મરવું પડશે.
જાણકારી મુજબ તાલિબાનમાં છોકરીઓ અને મહિલાઓને શાળા, કોલેજોમાં જવા પર, NGO અને જાહેર ક્ષેત્રો જેમ કે પાર્ક, મૂવી અને અન્ય મનોરંજન ક્ષેત્રે કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
ઈદ સમારોહમાં જવા પર પણ પ્રતિબંધ હતો
એપ્રિલ મહિનાની શરૂઆતમાં અન્ય તાલિબાન આદેશમાં મહિલાઓને ઈદની ઉજવણીમાં સામેલ થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનના બે પ્રાંતોમાં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બગલાન અને તખારમાં મહિલાઓને ઈદ અલ-ફિત્ર દરમિયાન સમૂહમાં બહાર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાલિબાન દ્વારા અફઘાન મહિલાઓ પરના તમામ વસ્તુના પ્રતિબંધે વિશ્વભરમાં ચર્ચા જગાડી છે.