જો આજે સત્યજીત રે તેમની અગાઉની હિન્દી ફિલ્મ ‘શંતરંજ કે ખિલાડી’ને અનુસરતી બીજી ફિલ્મ બનાવતે તો ઓગણીસમી સદીના વિલાસી નવાબોને બદલે આજના નવાબી રાજનેતાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય ધોરણે ચાલતી રાજકીય શતરંજના વિષય પર ફિલ્મ બનાવવા પ્રેરાતે. ભારતના ખભે બંદૂક મૂકીને ફોડનાર અમેરિકાએ ચાલાકીથી ભારતને અબજો રૂપિયાના અફઘાની રોકાણમાં ફસાવી દીધું છે. અફઘાનિસ્તાનમાં પોતાનાં હિત અને વર્ચસ્વ જાળવવા ભારતનાં ભોગે ચાલ ચાલી અને તત્કાલીન અફઘાનિસ્તાનની અશરફગની સરકારમાં અબજો રૂપિયાનું રોકાણ ભારત દ્વારા કરાવ્યું અને લશ્કર-વાપસીનો નિર્ણય સંતાડી રાખ્યો. અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાઇડન ભારત માટે પ્રતિકૂળ છે.
રાજકીય મુત્સદ્દીગીરીમાં થાપ ખાઇ અમેિરકાના આંગણેજ ત્યાંની ચૂંટણીમાં ભારતના વડાપ્રધાનશ્રીએ ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રચાર કર્યો હતો અને ચીન અને પાકિસ્તાને તાલિબાની સરકારને ટેકો જાહેર કર્યો છે. રાજકીય શતરંજમાં ભારત હારતું જાય છે. આવી પરિસ્થિતિમાં ભારતે અફઘાનિસ્તાન બાબતમાં આઠ દેશોનું સંમેલન તો યોજયું, પણ કોઇ ઉપલબ્ધિ થઇ નહીં. જી-ટવેન્ટી દેશોની મીટીંગમાં ભારતના વડાપ્રધાને તાલિબાનને આતંકવનાદી સંગઠન જણાવ્યું હતું. ચીન અને પાકિસ્તાન ભારતના સંમેલનમાં આવ્યા જ નહીં, આર્થિક અવદશા નિવારવા તાલિબાનો, આતંકીઓ ડ્રગ્સનો બેફામ ધંધો ચલાવે છે. જેનો વિશેષ ભોગ પણ ભારત બની રહ્યું છે. અફઘાનિસ્તાનમાં િશયા મુસ્લિમો કફોડી હાલતમાં છે. ઉદારમતવાદીઓ અને લઘુમતી કોમના લોકો હિજરત કરી રહ્યા હોવાથઈ બહારના દેશો પર તેમનો ભાર પડે છે. ભારતે મૂગા મોઢે જોયા કરવાનું છે.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.