જોખમી શોર્ટ વીડિયો બનાવતા યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં 19 વર્ષીય યુવક વીડિયો બનાવતા બનાવતા મોતને ભેટ્યો

સુરત: સોશિયલ મીડિયામાં (social media) ફેમ્સ (famous) થવા માટે યુવાનો જાત જાતના અખતરા કરતા હોય છે. શોર્ટ વીડિયો (short video) બનાવવા યુવાનો અનેક તરકીબો અજમાવતાં હોય છે. જેના માઠા અને ગંભીર પરિણામો પણ તેમને ભોગવવા પડતાં હોય છે. આવો જ એક બનાવ સુરત (surat) માં બન્યો છે. જ્યાં એક 19 વર્ષીય યુવાન શોર્ટ વીડિયા બનાવવા કેનાલ પર ગયો હતો પરંતુ અચાનક જ તે જમીન પર ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. રહસ્યમય સંજોગોમાં યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું. 

સિટી લાઈટ (city light) અણુવ્રત દ્વાર નજીકના કેનાલ વોક-વે (Walk-way) પર શોર્ટ વીડિયો બનાવતા એક યુવકનું જમીન પર ઢળી પડ્યા બાદ રહસ્યમય મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 21 વર્ષીય પ્રથમ સાડીના વેપારીનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. તેને શોર્ટ વીડિયો બનાવવાનું ગમતું હોવાથી તે આજ રોજ વીડિયો બનાવવા અણુવ્રત દ્વાર નજીકના કેનાલ વોક-વે પર ગયો હતો. પ્રથમના મિત્રોએ કહ્યું વીડિયો બનાવવા મોબાઈલ ઓન કરતા જ પ્રથમ જમીન પર ઢળી પડ્યો અને એ એનો છેલ્લો વીડિયો સાબિત થયો હતો.આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂકવાના હતાં.

સાડીના વેપારીનો પુત્ર હતો
મુરલીધર વાઘવાણી (પીડિત પિતા) એ કહ્યું હતું કે, ઘટનાની જાણ બાદ હોંશ ઉડી ગયા હતા. પ્રથમ માત્ર 19 વર્ષનો હતો. એક મોટાભાઈ અને માતા-પિતા અને દાદી સાથે રહેતો હતો. ઘરમાં સૌનો લાડકો હતો. તેઓ પોરબંદરના રહેવાસી છે. ધોરણ- 9 બાદ અભ્યાસમાં રૂચિ ન રહેતા મારી (પિતા) સાથે જ સાડીના વેપારમાં જોડાઈ ગયો હતો.

વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મૂકવાના શોખીન હતા
રુચિ સોની (મિત્ર)એ જણાવ્યું હતું કે, પ્રથમને ટિકટોક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકવાનો ખૂબ શોખ હતો. રવિવારના રોજ અમે સાથે જ હતા. અણુવ્રત દ્વાર નજીકના કેનાલ વોક-વે પર વીડિયો બનાવવા ગયા હતા. મેં મોબાઈલમાં કેમેરો શરૂ કર્યો અને પ્રથમને જમીન પર પડતા જોઈ હેબતાઈ ગયો હતો. તાત્કાલિક દોડીને ગયો તો પ્રથમ બેભાન થઈ ગયો હતો. સામે ઉભેલી PCR વાનની મદદ લેતા 108ને કોલ કરી પ્રથમને સિવિલ લઈ આવ્યા હતાં. જ્યાં તમામ પ્રયાસ કર્યા બાદ પણ એને બચાવી શક્યા ન હતા.

Most Popular

To Top