Charchapatra

સતર્ક બનો સુરક્ષિત રહો

આજકાલ સોસાયટીમાં ભંગાર વાળા , શાકભાજી વાળા, નાળિયેર પાણી વાળા ,ગેસ ચૂલા રીપેર કરવા વાળા , ચપ્પુ વેચવા, ચપ્પુની ધાર ઘસવાવાળા અન્ય ચીજવસ્તુઓના વેચાણ માટે ટેમ્પાઓ પણ આવતા હોય છે. જે આમ તો ઘરઆંગણે વસ્તુઓની સર્વિસ મળે છે  એ સુવિધા છે એમ માની જરૂરી વસ્તુઓની ખરીદી કરી આ સર્વિસ નો લાભ સોસાયટીજનો લેતા હોય છે. પણ આ બધામાં ખાસ ધ્યાન દોરવા જેવી બાબત એ કે બપોરના સમયે જે લોકો વેચાણ કરવા આવે છે તેમના થી ખાસ એલર્ટ કે સજાગ રહેવાની જરૂર છે.

ઘણા બધા ચપ્પુઓ ને સાથે લઈને આવતો માણસ કેટલો વિશ્વસનીય કે નિર્દોષ છે એ ચકાસી શકાતું નથી. ચપ્પુ કે કાતર ની ધાર કાઢવા આવતો માણસ તેનું મશીન સાથે લઈને આવતો હોય છે એ  એટલું જોખમકારક નથી જેટલું ઘણા બધા ચપ્પુ લઈને વેચવા આવતો માણસ. બને ત્યાં સુધી આવી સર્વિસ ઘર બેઠા લેવી નહીં અને સોસાયટીમાં પણ આવતા માણસો ની વિશ્વસનીયતા ચકાસી જ પ્રવેશ આપવો જોઈએ.દરેક આવનાર વ્યક્તિ શંકાસ્પદ નથી હોતા. પરંતુ  શંકા ઉપજાવે એવી બાબતોમાં થોડા સજાગ રહી સ્વ સલામતી કેટલી છે એનું ધ્યાન રાખીને પછી જ કોઈ પણ કાર્ય માટે વિચારી આગળ વધીએ તો જોખમ ઓછું રહે.સતર્ક બનો સુરક્ષિત રહો.
સુરત     – સીમા પરીખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top