Sports

BCCIના ‘નમન એવોર્ડ્સ 2026’ આજે દિલ્હીમાં દ્રવિડ,બિન્ની,મિથાલી રાજ,સહિત ભારતીય ક્રિકેટના સ્ટાર્સને મળશે સન્માન

ભારતીય ક્રિકેટના ખેલાડીઓ અને યોગદાનકારોને સન્માન આપવા માટે Board of Control for Cricket in India (BCCI) આજે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત ‘નમન એવોર્ડ્સ 2026’નું આયોજન કરી રહ્યું છે. દર વર્ષે આપવામાં આવતા આ એવોર્ડ્સ ભારતીય ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ અને પૂર્વ દિગ્ગજોને સન્માનિત કરવા માટે આપવામાં આવે છે. આ વર્ષે સમારોહમાં ભારતીય ક્રિકેટના દિગ્ગજ Roger Binny અને Rahul Dravidને Col. C. K. Nayudu Lifetime Achievement Award આપવામાં આવશે. BCCI તરફથી આપવામાં આવતો આ સર્વોચ્ચ સન્માન છે, જે ભારતીય ક્રિકેટમાં લાંબા સમય સુધી આપેલા અમૂલ્ય યોગદાન બદલ આપવામાં આવે છે.

આ સાથે ભારતની ભૂતપૂર્વ મહિલા કેપ્ટન Mithali Rajને BCCI Lifetime Achievement Award for Womenથી નવાજવામાં આવશે. મહિલાઓના ક્રિકેટમાં તેમના અસાધારણ યોગદાન અને લાંબી કારકિર્દીને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવી રહ્યું છે.

સીઝન 2024-25ના શ્રેષ્ઠ ખેલાડીઓને પણ મળશે એવોર્ડ : નમન એવોર્ડ્સમાં 2024-25 સીઝનમાં આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવશે. ભારતના ટેસ્ટ અને ODI કેપ્ટન Shubman Gillને Polly Umrigar Award for Best International Cricketer (Men) બીજી વખત મળશે.

મહિલા ક્રિકેટમાં Smriti Mandhanaને Best International Cricketer (Women) એવોર્ડ આપવામાં આવશે. તેઓ પોતાના કરિયરમાં પાંચમી વખત આ સન્માન મેળવશે.

ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની યુવા ખેલાડી Ira Jadhavને Jagmohan Dalmiya Trophy for Best Woman Cricketer (Domestic) આપવામાં આવશે. જ્યારે Shafali Vermaને સિનિયર ડોમેસ્ટિક વન-ડે ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે સન્માન મળશે.

અન્ય ડોમેસ્ટિક સ્ટાર્સને પણ મળશે માન : ડોમેસ્ટિક લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે Ayush Mhatreને Lala Amarnath Award મળશે. જ્યારે Harsh Dubeyને રણજી ટ્રોફીમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે સન્માનિત કરવામાં આવશે.

ICC ટ્રોફી જીતનાર ટીમોનું વિશેષ સન્માન : નમન એવોર્ડ્સ 2026નો સૌથી ખાસ ભાગ એ રહેશે કે પાંચ ભારતીય ટીમોને વિશેષ રીતે સન્માનિત કરવામાં આવશે. તેમાં ભારતની સિનિયર પુરુષ ટીમ દ્વારા જીતાયેલ ICC Champions Trophy 2025 અને ICC Men’s T20 World Cup 2026નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ભારતીય મહિલા ટીમે જીતેલ ICC Women’s Cricket World Cup 2025 તથા પુરુષ અને મહિલા બંને અન્ડર-19 ટીમોએ જીતેલા ICC Under-19 Cricket World Cup માટે પણ ટીમોને અભિનંદન આપવામાં આવશે.
ભારતીય ક્રિકેટની સિદ્ધિઓને ઉજવતો નમન એવોર્ડ્સ 2026 સમારોહ ખેલાડીઓની મહેનત, પ્રતિભા અને દેશ માટેના યોગદાનને સન્માનિત કરતો મહત્વપૂર્ણ કાર્યક્રમ બનશે.

Most Popular

To Top