Sports

BCCIએ કરી મોટી જાહેરાત, મહિલા ખેલાડીઓને મળશે પુરુષ ખેલાડીઓ જેટલું વળતર

નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમએ (India women’s national cricket team) પોતાના શાનદાર પ્રદર્શનોથી દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે, આવામાં મહિલા ખેલાડીઓ માટે BCCIએ એક મહત્વપૂર્ણ ઘોષણા કરી છે. તાજેતરમાં બીસીસીઆઈની એજીએમમાં ​​નિર્ણય લેવામાં આવ્યો હતો કે મહિલા IPLની (Women’s IPL) પ્રથમ સિઝન (first season) 2023માં રમાશે. આ સિવાય પણ આ બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે અને તેના આ પગલાથી મહિલા ક્રિકેટ જગતમાં મોટો બદલાવ આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ગુરુવારે (27 ઓક્ટોબર) એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે હવે ભારતીય મહિલા ખેલાડીઓની મેચ ફી (match fee) પણ પુરૂષ ખેલાડીઓની (male players) બરાબર (equal) હશે. અગાઉ આ નિયમ ન્યુઝીલેન્ડમાં (New Zealand) લાગુ કરવામાં આવ્યો છે. હાલમાં જ બીસીસીઆઈની એજીએમમાં ​​નિર્ણય લેવામાં આવ્યો હતો કે મહિલા IPLની પ્રથમ સિઝન 2023માં રમાશે. આ પછી બોર્ડે આ મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયને મહિલા ક્રિકેટમાં મોટા બદલાવની રીતે જોવામાં આવી રહ્યું છે.

BCCIના સચિવ જય શાહે ટ્વિટના મારફતે કરી જાહેરાત
જય શાહે આ માહિતી ટ્વિટર પર ટ્વિટના મારફતે જાહેર કરી હતી, પોતાના ટ્વીટમાં તેમણે કહ્યું, “BCCI મહિલા ક્રિકેટરોને તેમના પુરૂષ સમકક્ષો જેટલી જ મેચ ફી ચૂકવવામાં આવશે. ટેસ્ટ (રૂ. 15 લાખ), વનડે (રૂ. 6 લાખ), ટી20 (રૂ. 3 લાખ). સમાન વેતન મહિલા ક્રિકેટરો માટે સમાન વેતન મારી પ્રતિબદ્ધતા હતી અને હું તેમના સમર્થન બદલ એપેક્સ કાઉન્સિલનો આભાર માનું છું. જય હિંદ.”

2017થી મહિલા ક્રિકેટમાં દર્શકોનો રસ વધ્યો
2017માં ટીમ ICC મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ત્યારથી મહિલા ક્રિકેટમાં દર્શકોનો રસ વધ્યો છે. ત્યારબાદ ટીમ 2020માં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. આ વર્ષે ઓગસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો.

સૌથી પહેલા ન્યુઝીલેન્ડે કરી હતી આવી જાહેરાત
આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સમાન વેતનને લઈને મોટો નિર્ણય લીધો હતો અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મહિલા રાષ્ટ્રીય ટીમ અને સ્થાનિક મહિલા ખેલાડીઓને પુરૂષો જેટલી જ મેચ ફી મળશે.

Most Popular

To Top