SURAT

ન્હાતી વખતે બાથરૂમના ઢાંકણમાં પડી ગયેલું સોનાનું ઘરેણું કાઢવા જતા સુરતની વૃદ્ધા શરમજનક સ્થિતમાં મુકાઈ

સુરત: (Surat) પાલ આરટીઓ પાસેની એક બિલ્ડિંગમાં વૃદ્વા (Old Women) ન્હાતી (Shower) વખતે નાકમાં પહેરેલી સોનાની જડ (Gold Jewelry) બાથરૂમના (Bathroom) ગટરના ઢાંકણમાં પડી જતા કાઢતી વેળાએ વૃદ્વાનો હાથ ફસાઇ ગયો હતો. જેને કારણે ત્યાં અફડાતફડી મચી ગઇ હતી. આખરે ફાયર વિભાગની (Fire brigade) મદદ લઇને અડધો કલાકની ભારે જહેમત બાદ વૃદ્વાનો હાથ સહિસલામત બહાર કઢાયો હતો.

ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, પાલ આરટીઓ પાસેના નવ માળના ભાગ્યરત્ન હાઇરાઇઝમાં પાંચમાં માળે 65 વર્ષીય ગુણીબેન વસંતભાઇ વોરા રહે છે. બુધવારની સવારે નવ વાગ્યાના સમયે બાથરૂમમાં ન્હાવા ગયા હતા તે સમયે નાકમાં પેરેલી સોનાની જડ પાણીમાં પડી ગઇ હતી. પાણીની સાથે ખેંચાઇને ગટરના ઢાંકણમાં જતી રહી હતી. જેથી ગુણીબેને ગટરના ઢાંકણમાં હાથ નાખીને જડ ને બહાર કાઢવાની કોશિષ કરી રહ્યા હતા તે સમયે હાથમાં પહેરેલી બંગડી ફસાઇ જતા ગટર માં અંદાજે ખંભા સુધીનો હાથ ફસાઇ ગયો હતો. પરિવારજનોએ હેમખેમ રીતે હાથને બહાર કાઢવાનો પ્રયત્નો કર્યા હતા પરંતુ નહી નીકળતા આખરે ફાયર વિભાગની મદદ લેવાઇ હતી. જ્યાં અડાજણ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચીને અડધો કલાકની ભારે જહેમત બાદ ગુણીબેનના હાથને સહીસલામત બહાર કાઢ્યો હતો.

ગોડાદરામાં ઘરમાં ગેસની બોટલમાં આગ લાગતાં બચત કરેલા રૂ.13 હજાર બળી ગયા
સુરત: ગોડાદરા આસપાસ મંદિર પાસેની નીલકંઠ સોસાયટીમાં એક ઘરમાં ગેસની બોટલના રેગ્યુલેટરમાં આગ લાગી હતી. આ ઘટનાને લઇ ત્યાં દોડધામ મચી ગઇ હતી. સવારે 8.26 બનેલી આ ઘટનાની ફાયર વિભાગને જાણ થતાં ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં ફાયરકર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીની મિનીટમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં ઘરવખરી અને પરિવારજનો હોળીમાં ગામ જવા માટે એકત્ર કરેલા રૂ.13 હજાર સહિત આગમાં સ્વાહા થઇ ગયા હતા. જો કે, આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી તેવું ફાયર વિભાગે જણાવ્યું હતું.

કતારગામમાં મોડી સાંજે એક ફ્લેટમાં શોર્ટસર્કિટથી આગ ભભૂકી, ફનિર્ચર બળીને ખાખ
સુરત: કતારગામ સીંગણપોર વિસ્તારની શારદા સ્કુલની સામે તિરૂપતિ કોમ્પ્લેક્ષમાં પહેલા માળે ફ્લેટમાં એક ઓફિસમાં અચાનક વાયરિંગમાં શોર્ટસર્કિટથી આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને લઇને ત્યાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાની મંગળવારની સાંજે 9.50 કલાકે ફાયર વિભાગને જાણ થતા કતારગામ ફાયર સ્ટેશનનો ફાયર જવાનો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં ફાયર કર્મીઓએ અડધો કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે ફનિર્ચર, સોફા, વાયરિંગને નુકશાન થયું હતું. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

Most Popular

To Top