આજનાં શિક્ષણ અને પહેલા ના શિક્ષણ સાથે તુલના અશક્ય બની છે. આજની શિક્ષણ વ્યવસ્થાથી આપણે શું પ્રાપ્ત કરવા માગીએ છીએ? એ જ સમજ પડતી નથી, કોઇ ધ્યેય કે લક્ષ્યાંક જ નથી. આપણા પાપે સમાજને અધોગતિ તરફ ધકેલી રહ્યાં છીએ. આવનાર ભવિષ્યમાં સમાજમાં સંવેદના, પ્રેમ, કરુણા જેવાં ભાવો માણસ જાતમાંથી નાબુદ થઇ જશે જો અત્યારથી જાગીશુ નહિ તો ભવિષ્યમાં શિક્ષણ વ્યવસ્થા નામશેષ થઇ જશે. આપણે વચ્ચેથી રસ્તો ભૂલી ગયા છે. અને ખાસું દુર આવી ગયા છે.
દરેક વ્યવસાયકારો મૂલ્યવિહિન બન્યા છે. એટલે સમાજ ભોગવિલાસમાં સરી પડયો છે. આજની સમાજની પરિસ્થિતિ જોઇએ અને એમાં શું સુધારો થવો જોઈએ ખરેખર સમાજ કેવો હોવો જોઈએ? એનું મંથન કરી શ્રેષ્ઠ ભારતવર્ષનું નિર્માણ થાય એવી શિક્ષણ વ્યવસ્થા આપણે ફરી ગોઠવવી જ રહી. શિક્ષણ વ્યવસ્થાની ખૂબ જ જરૂર છે. કૌશલ્ય વર્ધક શિક્ષણ શ્રમનું મહત્વ વધારે એવું શિક્ષણ જે આજના સમયની માંગ છે.
સુરત – નરેન્દ્ર ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
લોભિયા હોય ત્યા ધુતારા ભૂખ્યા ન મરે
આપણે વારંવાર સાયબર ઠગોની વાતો સાંભળીએ છીએ અને શિકાર પણ બનીએ છીએ. સાયબર ઠગો બલ્કમાં લોકોનાં મોબાઈલ નંબર/ ઈમેલ એડ્રેસ મેળવી જાતજાતની લોભામણી ઓફર ના હજારો–લાખો ઈમેલ કરે, જેમા થી 5–10% લોકો લોભને થોભ નહી માનતા અને જલ્દી જલ્દી અમીર બનવાનાં ચક્કરમાં પોતાની અંગત માહિતીઓ આપી હજારો–લાખો રૂપિયાની ઠગાઈનો ભોગ બને છે. મારા પર બ્રિટિશ હાઈકમિશન / હેરિસ હકિમ જેવા જાણીતા/ અજાણીતા નામનાં ઈમેલથી પરદેશથી કમિશન બેઝ્ડ નાણા ટ્રાન્સફર બેંકિંગ/ નોન બેન્કિંગ ચેનલથી કરવા ઓફર આપવામાં આવે છે. આવા ઈમેલથી છેતરાવું નહી. આવા શંકાસ્પદ ઈમેલ પર લોભાવાનાં બદલે અણદેખા કરી ને લોકજાગૃતિ હેતુ સમાચારપત્ર અને સાયબર ક્રાઈમ બ્રાંચનાં માઘ્યમથી પ્રસિદ્ધ કરવુ જોઈએ.
સુરત – બલદેવ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
